બાળકોને ભિખારી બનાવીને આ માં-દીકરો કરતા એવા કામ કે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, જાણીને તમે પણ ગુસ્સેથી લાલ-પીળા થઈ જશો..!

બાળકો સાથે હાલના સમયમાં અત્યાચારના બનાવ ખૂબ બની રહ્યા છે. બાળકો પોતાના ઘરની બહાર રમતા સમયે બાળકોને કોઈ લાલચ આપીને લોકો તેમને પોતાના પરિવારથી દૂર કરી રહ્યા છે. બાળકોને ગુમ કરતી આવી ઘણી બધી ટુકડીઓ જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આવી ઘટના બનતી જોવા મળી હતી.

પરંતુ આવી જ એક ટોળકીએ બાળકોને તેમના પરિવારથી ગુમ કરીને ભીખ મંગાવી હતી. આ ઘટના કાનપુરના નૌબસ્તામ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારના યશોદાનગરમાંથી એક પરિવારનો દીકરો ઘણા સમયથી ગુમ થયો હતો. દીકરાનું નામ સુરેશ હતું. તે છેલ્લા 6 મહિનાથી પોતાના પરિવારથી દૂર થયો હતો.

પરિવારે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. દીકરાને શોધવામાં આવ્યો હતો પરંતુ તે મળ્યો નહતો પરંતુ એક દિવસ દીકરો વિકલાંગ હાલતમાં મળી આવતા પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. સુરેશની પૂછપરછ કરતાં તમામ ઘટના સામે આવી હતી. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી.

દરેક લોકોએ ચોકીને રહેવું જોઈએ અને તેમના બાળકોને સાચવવા જોઈએ એક ટોળકી ઘણા સમયથી નૌબસ્તા વિસ્તારમાં આવેલા મછરિયા ગુલાબી બિલ્ડીંગ પાસે રહેતી હતી. ટોળકીમાં એક મહિલા અને તેમનો દીકરો મળીને આ ઘટના કરી રહ્યા હતા તેઓ અલગ અલગ વિસ્તારમાંથી કિશોર અને નાના બાળકોનું અપહરણ કરી રહ્યા હતા.

તેઓને અનેક લાલચો અને બીજી વાતોમાં ભોળવીને પોતાની સાથે લઈ જતા હતા ત્યારબાદ તેમના પર કેમિકલ નાખીને તેમના ચહેરાને બદલી નાખવામાં આવતો હતો અને હાથ-પગ પર માર મારીને તેમને વિકલાંગ બનાવવામાં આવતા હતા ત્યાર બાદ બાળકોને દિલ્હી અને મુંબઈમાં ભિખારી ટોળકીને લાખો પૈસામાં રૂપિયામાં વેચી દેવામાં આવતા હતા.

આ ઘટના કાવતરું ઘણા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ બાળક કિશોર પોતાના પરિવારજનોને મળી જતા તમામ કાવતરું બહાર આવ્યું હતું. અને દિલ્હીના રેડ સિગ્નલ પર ભીખ માગવા માટે છોડી દેવામાં આવતા હતા. લોકો તેમની નિર્દય હાલત જોઈને ઘણી ભીખ આપતા હતા જેને કારણે દરરોજના 2000 જેટલા રૂપિયા ભિખારી ટોળકીને મળતા હતા.

આવી ઘટના બની હોવાને કારણે પોલીસ કડક કાર્યવાહી કરી હતી અને ટોળકીમાં રહેલી માતા આશા દેવી અને તેમનો દીકરો રાજની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે માસુમ બાળકોની જિંદગી સાથે રમત રમી હતી અને તેમના બાળકોની જિંદગીને ખરાબ કરી નાખી હતી. માસુમ બાળકો તેમનો શિકાર બનતા હતા.

જેના કારણે બાળકો પોતાના પરિવારથી દૂર થયા હતા. આવી ઘટના બનતા દરેક લોકોએ ચોકીને રહેવું જોઈએ અને પોતાના બાળકોને ગમે તેમ એકલા છોડવા જોઈએ નહીં. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment