Breaking News

બાળકો અને પત્નીને ઝેર આપીને પોતે પણ કરી લીધો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને સૌ કોઈ લોકો હચમચી ગયા..!

મધ્યપ્રદેશ રાજ્યમાં એક આપઘાતનો ખૂબ જ ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્રનો જીવ લઈને પોતે પણ આપઘાત કર્યો છે. જીતેન્દ્ર સોની નામના વ્યક્તિએ પોતાના અંગત કારણોને લીધે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાની પત્ની રીન્કી સોની અને પોતાના પુત્ર વૈષ્ણવ સોનીને પતાવી દીધા બાદ પોતે પણ ફાંસી પર લટકાઈ ગયો હતો.

તેણે પોતાના 10 વર્ષીય પુત્ર કાર્તિક સોનીને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસના લોકોને આ બાબતની જાણ થતા તેણે તરત જ કાર્તિકને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં રાયસનની વાડી ના વોર્ડ નંબર આઠમાં જીતેન્દ્ર સોની અને તેનો પરિવાર રહેતા હતા પરંતુ અચાનક જ તેના જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડતા તેનો આખો પરિવાર વિખરાઈ ગયો હતો..

જીતેન્દ્ર સોનીને જમીનની બાબતમાં તણાવ રહેતો હતો. જેથી તેણે આ ગંભીર પગલું ઉઠાવ્યું હતું. તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે આ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે મારા નામે રહેલી આ તમામ જમીન મારા પરિવારને જ મળે જેથી તેઓની આર્થિક સ્થિતિ જળવાઈ રહે.

પોલીસ આ ઘટનાનો ઉકેલ લાવવા માટે પ્રયાસો કરી રહી છે. પોલીસને રિંકી સોની અને તેના બંને બાળકોના ગળા પર દોરડા ના નિશાન મળી આવ્યા છે. પરંતુ તેમનું મોત ગયું દબાવવાના કારણે થયું છે કે શહેરના કારણે થયું છે. તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જેથી તેમણે ત્રણેય મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

જીતેન્દ્ર સોનીએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં તેણે જણાવ્યું હતું કે, તે શારીરિક રીતે ખૂબ જ અસ્વસ્થ છે. મારો ધંધો પણ ઘણા સમયથી બંધ પડી ગયો છે. જેથી મારે આગળ શું કરવું તે સમજાતું નથી. મારી પાસે પૈસાનો પણ અભાવ છે. જેથી હું આવી જિંદગી જીવવા માગતો નથી. આ તમામ બાબતમાં કોઈનો પણ વાંક નથી.

હું મારી અંગત જિંદગીને કારણે જ કંટાળીને આવો નિર્ણય લઉં છું. આ તમામ ઘટના પાછળ હું પોતે જવાબદાર છું. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે મારા મૃત્યુ બાદ મારી તમામ મિલકત અને જમીન મારા પરિવારને મળે જેથી તેઓ ને પૈસા માટે કંઈ ભટકવું ન પડે. આ બનાવને લઈએન ચકચાર મચી જવા પામ્યો છે.

આ ઉપરાંત તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા ઘરના તમામ સભ્યોને આ બાબત વિશે જરાય પણ અંદાજો નહીં હોય. પરંતુ મારી પાસે અન્ય કોઈ પણ રસ્તો નથી. આખરે તેણે પોતાના પરિવારજનો અને માતા-પિતા પાસે માફી પણ માગી છે. તેમજ પોતાના ભાઈ નીરજ અને પંકજને પોતાના માતા-પિતાનું ધ્યાન રાખવા માટે જણાવ્યું છે.

પોલીસે તમામ બાબતની પૂછપરછ અને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે જીતેન્દ્રની હિંગળાજ મંદિર રોડ પાસે બાલાજી જ્વેલર્સ નામની દુકાન છે. વોર્ડ નંબર 8માં જ રહેતા જીતેન્દ્રના તમામ પાડોશીઓ દ્વારા પોલીસને જાણવા મળ્યું કે તેઓ એક પૈસાદાર પરિવાર છે. તેમનું બે માળનું મકાન છે. તેમજ તેમની પાસે એક કાર પણ છે….

પરંતુ અચાનક એવી તો શું આવી પડી કે જેથી જીતેન્દ્રને આવું ગંભીર પગલું ઉઠાવવું પડ્યું. આ બાબતનો ખુલાસો હજુ પણ થયો નથી. જીતેન્દ્રના બે નાના ભાઈઓ માનો એક મુંબઈ તેમજ બીજો ભોપાલમાં જ નોકરી કરે છે. એક જ પરિવારમાંથી ત્રણ લોકોના મૃત્યુ થવાને કારણે પરિવારમાં તમામ લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે..

તેમજ જીતેન્દ્રના માતા-પિતા હવે તેના અન્ય બે દીકરા પંકજ અને નીરજના સહારે આગળનું જીવન વિતાવવા માટે મજબૂર બન્યા છે તેમજ જીતેન્દ્રના બાળક કાર્તિકને ભોપાલની પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *