હાલા નાના બાળકોને શાળામાં વેકેશન હોવાથી તેઓ સવાર, બપોર અને સાંજ ઘરની બહાર રમવા માટે જતા હોય છે. રમતા રમતા ક્યારેક ઓચિંતા એવા બનાવો બનતા હોય છે. જેના કારણે મા બાપના મોઢા પાડેલા રહી જતા હોય છે. હાલ એવો જ એક બનાવ વેરાવળ ના વીડીયા વિસ્તારમાંથી સામે આવ્યો છે..
જ્યાં શાળામાં વેકેશન હોવાથી બાળકો ગામના ચોક પાસે રમી રહ્યા હતા. બપોરનો સમય હોવાથી ખૂબ ઓછા બાળકો ભીડીયા વિસ્તારના દરિયાકાંઠા સામે આવેલા રહેણાક મકાનોની પાસે રમી રહ્યા હતા. એવામાં તેઓ ત્યાં રમતા હતા ત્યાં બાજુમાં ખૂબ જૂનું મકાન ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું..
આ બાળકોને સહેજ પણ અંદાજો હતો નહીં કે, તેઓ સાથે ખૂબ જ ખરાબ બનાવ બનવા જઈ રહ્યો છે. તેવો રમવામાં મશગુલ હતા એ સમય દરમ્યાન મકાનની દીવાલ અચાનક જ આ બાળકો ઉપર ધરાશાઈ થઈ હતી. જો તમારા ત્રણે બાળકો દિવાલના પથ્થરો નીચે દબાઈ ગયા હતા..
દિવાલ પડવાનો આવાજ આવતાની સાથે જ આસપાસના તમામ લોકો દોડીને પોતાના ઘરની બહાર આવી ગયા હતા અને આ બાળકોને દિવાલ નીચેથી બહાર કાઢવામાં મદદ કરવા લાગ્યા હતા. જો સ્થાનિક લોકોએ તંત્રની રાહ જોઈ હોત અને વિચારયુ હોત કે તંત્ર જીસીબી જેવા સાધન લઈને આ મકાનની દિવાલને સરખી કરવા માટે આવશે અને નીચે દબાયેલા બાળકોને બહાર કાઢશે તો આજે ત્રણ બાળકોનો જીવ જતો રહ્યો હોત..
પરંતુ સ્થાનિકોના સુજબુજના કારણે બાળકોને તાત્કાલિક ધોરણે દિવાલ નીચી બહાર કાઢવામાં આવ્યા હતા. તેણે બાળકોને બિરલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે બે બાળક ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે પાલિકાના પ્રમુખ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા..
તે માટે તંત્રએ પણ આ દીવાલની સરખી કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ માછીમાર સમાજના આગેવાનો પણ હોસ્પિટલે ઇજાગ્રસ્ત બાળકો ની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં ધનંજય આંજણી નામના બાળકનું મૃત્યુ થયું છે..
જ્યારે દીક્ષિત અને હેમેશ નાના બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક માસૂમ બાળકનું મૃત્યુ થતાની સાથે જ માછીમાર સમાજમાં દુઃખ નો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના બપોરના સમયે બની છે. તો આ ઘટના ચાર વાગ્યા પછીના સમયે બની હોત તો ઈજાગ્રસ્તને મૃત્યુ પામ્યાં બાળકોની સંખ્યા વધારે આવી હોત કારણ કે બપોરનો સમય હોવાથી માત્ર ત્રણથી ચાર બાળકો જ આ વિસ્તારમાં રમી રહ્યા હતા..
ચાર વાગ્યા આસપાસ ના સમયે આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ બાળકો રોજ રમે છે. તો આ દીવાલ ત્યારે પડી હોત તો કેટલા બાળકોનો જીવ જતો રહે તે નક્કી ન હોત. જુનવાણી મકાનની આ દીવાલે આજે એક બાળકનો જીવ લીધો છે. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
અને આ મકાનની જલદીમાં જલદી કોઈ કાર્યવાહી કરવાનું કરી રહ્યા છે. આ મામલો સામે આવતાની સાથે જ સમગ્ર વાલીઓમાં પણ ફફડાટ મચી ગયો છે અને આંખો પહોળી થઇ ગઇ છે કારણ કે વાલીઓ પોતાના બાળકને રમવા માટે ઘરેથી મોકલે છે. ત્યારે તેઓ ના જીવ પણ અધ્ધર હોઈ છે કે તેમનું બાળક સહી-સલામત રમ્યા બાદ પરત આવે..
કારણકે રમત-રમતમાં બાળકો એટલા બધા મશગુલ બની જતા હોય છે કે ક્યારેક તેઓ ઉપર મુસીબત આવી પડે તે નક્કી હોતું નથી. પરંતુ આ બનાવ બન્યા બાદ વાલીઓમાં ફફડાટ મચી ગયો છે. અને વાલીઓ પણ બાળકને પોતાની સાથે લઈ જઈને રમવા મજબૂર બન્યા છે. આ બનાવ બાદ કોઈપણ વાલી પોતાના બાળકોને એકલા રમવા માટે છુંટા નહી મૂકે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]