આજકાલ પ્રેમ પ્રકરણમાં એકબીજાના જીવ લઈ લેવાની બાબત ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પ્રેમ પ્રકરણમાં લોકો આટલા બધા અંધ બની જતા હોય છે. કે તેઓ કોનો જીવ લેવા જઈ રહ્યા છે તેનું ભાન રહેતું નથી. અને છેવટે પસ્તાવા સિવાય કોઇ ઉપાય બાકી રહેતો નથી. લગ્ન બાદ પણ પ્રેમપ્રકરણ શરૂ રહેવાને કારણે કેટલાય લોકોની જિંદગી બરબાદ થતા આપણે અવારનવાર જોતા હોઈએ છીએ…
છતાં પણ આ પ્રકારની ઘટનાઓ માં ઘટાડો થવાનું નામ લેતું નથી. અત્યારે એવો જ એક કિસ્સો દાહોદ તાલુકાના ખરોદા ગામે બન્યો છે. હકીકતમાં ખરોદા ગામે મુકેશભાઈ રાણા નો પરિવાર ઘણા વર્ષોથી વસવાટ કરે છે. પરિવારમાં એક દીકરી તેમજ નાનો દીકરો રાહુલ અને તેની પત્ની નો સમાવેશ થાય છે.
મુકેશભાઈ ની દીકરી મોટી ખરજ ગામે રહેતો વિજય બારીયા નામના યુવક સાથે ઘણા સમયથી પ્રેમમાં જોડાયેલી હતી. આ વાતની જાણ મુકેશભાઈ અથવા તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્યને નહોતી. દીકરી વારંવાર તેના પ્રેમી વિજય બારીયા ને મળવા માટે ઘરેથી કોઈ બહાનાબાજી કરીને જતી હતી..
અને પરિવાર પણ બિચારો ભોળો એટલે તેઓને આ બાબતનો કોઈ જ ખ્યાલ નહોતો. આ બાબતનો ફાયદો ઉઠાવીને મુકેશભાઈ ની દીકરી તેના પ્રેમી વિજયને મળવા માટે અવારનવાર જતી હતી. પરંતુ એક વખત જ્યારે તે વિજયને મળવા માટે ગઈ ત્યારે તે દીકરીના ભાઈ રાહુલને થોડી ઘણી શંકા જતાં તેણે તેની બહેન નો પીછો કર્યો હતો…
અને જોયું તો તે કોઈ અજાણ્યા યુવક સાથે પ્રેમ ભરી હરકતો કરી રહી હતી. આ દ્રશ્ય જોતા જ રાહુલ નો પિત્તો હલી ગયો હતો. તેમજ પ્રેમીપંખીડાએ પણ રાહુલને દૂરથી જોઈ લીધો હતો. એટલે દીકરીને ખ્યાલ આવી ગયો કે મારા ભાઈએ મને અને રાહુલને પ્રેમભરી હરકતો માણતા જોઈ લીધો છે..
તેમજ રાહુલ આ વાત મારા પરિવારને જણાવી દેશે તો મોટો હોબાળો મચી જશે તેમ વિચારીને દીકરી અને તેના પ્રેમીએ ભેગા મળીને રાહુલને પતાવી દેવાનો પ્લાન બનાવી દીધો હતો. પોતાના ભાઈને નિર્દયી રીતે લોહી.લુહાણ કરી ને મોતને ઘાટ ઉતારી દેવાની આવી સોચ તેને કેવી રીતે આવી હશે…!
વિજય અને રાહુલની બેને રાહુલને લાકડીના જોરદાર ફડકા માથાના ભાગ પર માર્યા હતા. તેમજ લોહી લુહાણ કરી નાખ્યો હતો. જેના પગલે રાહુલ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આટલું જ નહીં પરંતુ આ પ્રેમી પંખીડાઓએ પુરાવાને નષ્ટ કરવાની પણ કોશિશ કરી હતી. રાહુલની લાશને ઘટનાસ્થળેથી થોડે દૂર ફેંકી દીધી હતી…
ત્યારબાદ ત્યાં પડેલા લોહીને સાફ કરી નાખ્યું હતું. આ ઘટનાની ભનક રાહુલના પિતા મુકેશભાઈ રાણાને થતા તેઓએ પોતાની દીકરી અને તેના પ્રેમી વીજય વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમની દીકરીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે તેનો પ્રેમી વિજય હાલ ફરાર છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]