Breaking News

બહેનને વિડીયો કોલમાં કહ્યું કે, ‘તું જોજે હું હમણે જ મરી જઈશ’ બહેન મજાક સમજીને હસતી રહી અને કંટાળી ગયેલા ભાઈએ કર્યું એવું કે આવ્યો પોક મૂકીને રડવાનો વારો..!

અમુક વખત મજાક મજાકમાં કહેલી વાત જ્યારે સત્ય બનીને નજર સામે આવે ત્યારે સૌ કોઈ લોકોના ડોળા એકાએક ફાટેલા રહી જતા હોય છે કે, આખરે આ તો શું થયું અને અમારી નજર સામે જ બની જતા ભારે ફફળાટનો માહોલ પણ સર્જાઇ જતો હોય છે. હાલ એક બહેનની ઊંઘ અને સુખચેન છીનવાઇ ગયું છે.

કારણ કે તેણે પોતાના ભાઈનું મોત વિડીયો કોલમાં જ જોઈ લીધું હતું. આ ઘટના છત્તીસગઢના જસપુરની છે. જ્યાં 25 વર્ષનો રિઝવાન પોતાના માતા પિતા સાથે રહેતો હતો. તેના પિતા કાશીમભાઈ રાયપુર જવા માટે નીકળવાના હતા. એટલા માટે રિઝવાન તેને મુકવા માટે સ્ટેશન ગયો હતો..

અને ત્યાંથી તે દારૂનો નશો કરીને ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે પોતાના પિતાને ફોન કરીને તેઓ રાયપુર પહોંચી ગયા છે કે નહીં તેની જાણ મેળવી હતી. તેના અવાજ પરથી તેના પિતાને જાણ થઈ ગઈ કે તેનો દીકરો દારૂના નશામાં ડૂબી ગયો છે. એટલા માટે તેઓએ મોબાઇલમાં જ તેને ખૂબ જ ઠપકો આપ્યો હતો..

કદાચ આ બાબતનું તેને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. પરંતુ દરેક મા-બાપ પોતાના દીકરાને સારી રાહ ઉપર ચલાવવા માટે હંમેશા મીઠા ઠપકાઓ આપતા રહેતા હોય છે. આ ઠપકા પરથી શીખ મેળવીને બાળકોએ માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પરંતુ એના બદલે આ યુવકને ખોટું લાગી ગયું હતું..

તેને તાત્કાલિક પોતાની બહેનને વિડીયો કોલ કર્યો હતો. જેમાં તે તેની બહેનને કહેવા લાગ્યો કે, હું ખતમ થઈ જઈશ.. તું જોતી રહેજે હું તારી નજર સામે જ મરી જઈશ… એવું કહેવા લાગ્યો, આ સાંભળતાની સાથે જ રિઝવાનની બહેન હસવા લાગી અને કહ્યું કે આવી બાબતો બોલવાનું બંધ કરી દે અને મારી સાથે ફરી ક્યારેય વાર આવો મજાક કરતો નહીં..

એમ કહીને તે હસતી હતી. એવામાં તો રિઝવાને લટકીને આપઘાત પણ કરી લીધો હતો. અને તેની બહેન વિડીયો કોલમાં પોતાના ભાઈની આ કરતુતો જોતી રહી ગઈ તે અન્ય કોઈ વ્યક્તિને કહે અથવા તો તેના ભાઈને મનાવવાની કોશિશ કરે એ પહેલા તો તેનો જીવ પણ ચાલ્યો ગયો હતો.

હકીકતમાં રિઝવાન પલંગ ઉપર ખુરશી મૂકીને વિડીયો કોલ પર વાતચીત કરતો હતો. તેણે તમામ તૈયારીઓ કરી લીધી હતી. એવામાં અચાનક જ ખુરશી હલી ગઈ અને તેનો જીવ ચાલ્યો ગયો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે રિઝવાનની બહેન ના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા..

તે તાત્કાલિક સાસરીયેથી પોતાના પિયરે આવી પહોંચી અને આસપાસના પાડોશીઓની મદદથી તેના ભાઈને નીચે ઉતારવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને રિઝવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો..

આ ઉપરાંત તેના ઘરમાં તપાસ કરતા કોઈપણ અંતિમ મોડ પણ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં તેને પિતાના ઠપકાનું માઠું લાગી ગયું હોય જેના કારણે તેણે આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું છે. પરંતુ વધુ તપાસ ચાલી થઈ રહી છે. જેમાં અન્ય કારણો પણ સામે આવી શકે છે.

આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં અરેરાટી મચી જવા પામી છે. તો રિઝવાની બહેન માટે તો આ દુઃખને સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગયું છે. તેણે જણાવ્યું છે કે, તે જ્યારે રાત્રે સુવે છે. ત્યારે પણ તેના ભાઈનો આ અંતિમ વિડીયો કોલ તેની નજર સામેથી જતો નથી..

આ ઉપરાંત સ્વપ્નમાં પણ હંમેશા તેનો ભાઈ જ તેને દેખાઈ આવે છે. અને તેના બોલેલા અંતિમ શબ્દો કે, હું તારી નજર સામે જ મરવા જઈ રહ્યો છું. બસ આ શબ્દો વારંવાર તેના કાનમાં આમથી આમ ગુંજીયા કરે છે. હકીકતમાં આવી ઘટના સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલી નથી. આવા સમયે પોતામાં આત્મવિશ્વાસ અને હિંમત હોય તો જ આવી ઘડીને સહન કરી શકાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *