આજકાલ ઘણા બધા લોકો પોતાની અંગત લડાઈને કારણે મન ફાવે તેવી મારામારી કરતા હોય છે. તેમજ રોફ જમાવવા માટે અવનવા કાવતરાઓ પણ ઘડે છે. ગઈકાલે ભાવનગરના તરસિયા ગામમાં મારામારી અને ઢોરમારનો ખૂબ જ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ગામમાં તુષાર બટુકભાઈ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..
કે તેમના ગામમાં રહેતા કુલ 10 લોકો રોફ જમાવીને તેમના ઉપર તલવાર અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ સાથે જ કેટલાક લોકો શબ્દ પણ બોલવા લાગ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના મિત્ર સંજયભાઈ કાત્રોડીયા તેમજ વિજયભાઈ સાથે સાંજના સમયે ખાટલો નાખીને પોતાના ઘર પાસે બેઠા હતા..
એવામાં ગામના 10 જેટલા યુવકોનો ટોળું અચાનક જ ત્યાં આવી પહોંચ્યું હતું. આ ટોળાની અંદર રાહુલ મિસ્ત્રી, રામદેવ ગોહિલ, રવિરાજ ગોહિલ, સત્યપાલ ગોહિલ તેમજ તેમની સાથે ઘણા બધા લોકો ધોકો લાકડી અને તલવાર જેવા હથિયારો લઈને આવી પહોંચ્યા હતા. આ જોતાની સાથે જ તુષાર બટુકભાઈ નામનો યુવક તેમજ તેના મિત્રો આ પરિસ્થિતિને સમજી શકે એ પહેલા આ ટોળાએ તેમને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..
તેમજ તેમાંથી બે યુવક હોય તલવાર દેખાડીને તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ સાથે સાથે તેઓ રોફ જમાવીને કહી રહ્યા હતા કે, પોલીસ સાથે તેમનો ખૂબ મોટું સેટિંગ છે. પોલીસ તેમનું કંઈ બગાડી શકે તેમ નથી. આ સાથે સાથે તેઓ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા હતા. તેમજ ઢોર માર મારીને ત્યાંથી તાત્કાલિક ધોરણે ફરાર પણ થઈ ગયા હતા.
તુષાર અને તેના મિત્રોએ આ ઢોર મારને સહન કર્યો હતો અને બીજા દિવસે તેઓએ ગામના સત્યપાલ ગોહિલ, રાહુલ મિસ્ત્રી, રામદેવ ગોહિલ, રવિરાજ ગોહિલ તેમજ તેમની સાથે આવેલા સાગરીતો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આગળની તપાસ પણ હાથ ધરાવી છે.
કેટલાય લોકો ગુસ્સાને કારણે પોતાના મન પર કાબુ મેળવી શકતા નથી. અને મન ફાવે તેવું વર્તન આચરવા લાગે છે. તેના કારણે તેઓને વારંવાર અઘરી પરિસ્થિતિમાં આફતનો સામનો કરવાનો વારો આવે છે. આ ઉપરાંત કયા કારણોસર તુષારભાઈ તેમજ સંજયભાઈ અને વિજયભાઈ ઉપર ત્રાટકી પડયુ હતું..
આ કારણ જાણવા માટે પોલીસ મથામણ કરી રહી છે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટોળામાં આવેલા આ લોકો તેમજ ફરિયાદ કરનાર ફરિયાદીઓ વચ્ચે કોઈ અંગત અદાવત પણ હોઈ શકે છે. જેના કારણે ટોળું વિફરીને ઢોર મારવા લાગ્યું હતું. હાલ આ બાબતને લઈને પૂછપરછ પણ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]