બાપ વગરના દીકરાને ભણવા માટે હોસ્ટેલમાં મુક્યો, અને ત્યાં થયું એવું કે પહોચી ગયો મોતની નજીક, બિચારી માં રડી રડીને થઈ બેહાલ…!

ટેકનોલોજીના યુગમાં દરેક બાળકો ખૂબ જ સારું એવું શિક્ષણ લઈ રહ્યા છે. બાળકોના માતા-પિતાને તેમના બાળકો ભણી ગણીને સારી એવી નોકરી કરે તેની ઈચ્છા હોય છે જેના કારણે બાળકોને અમુક કારણોસર માતા પિતા અભ્યાસ માટે હોસ્ટેલમાં પણ મૂકી રહ્યા છે. બાળકો હોસ્ટેલમાં પણ ખૂબ જ સારો અભ્યાસ કરીને તેમનું શિક્ષણ મેળવતા હોય છે.

ઘણી બધી હોસ્ટેલમાં બાળકોને ખૂબ જ સારી રીતે રાખવામાં આવે છે પરંતુ અમુક હોસ્ટેલોમાં બાળકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોવાને કારણે બાળકો સાથે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. આવી ગંભીર ઘટનાઓ બનતા તેમના પરિવારના લોકો તેમના બાળકોને ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના હરિયાણાના કરનારમાં આવેલી તરવાડીની ગણૌરની હોસ્ટેલમાં બની હતી. ગણૌરની હોસ્ટેલમાં એક વિદ્યાર્થી સાથે ગંભીર ઘટના બની ગઈ હતી. વિદ્યાર્થી તેમની માતા સાથે રહેતો હતો. વિદ્યાર્થીઓનું નામ યુવરાજ હતું. તે 7 મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેમની માતા નોકરી કરતી હતી. તેમના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું.

જેના કારણે યુવરાજની તમામ જવાબદારી તેમની માતાના માથે આવી ગઈ હતી જેના કારણે માતા નોકરી કરીનેયુવરાજને ભણાવતી હતી અને તેમનું ગુજરાન ચલાવતી હતી પરંતુ નોકરીને કારણે યુવરાજ પર પૂરતું ધ્યાન આપી શકતી ન હતી, જેના કારણે યુવરાજની માતાએ ગણૌરની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો.

અને યુવરાજ હોસ્ટેલમાં જ રહેતો હતો તેની માતા તેને 15 દિવસમાં મળવા માટે જતી હતી અને રવિવારે તે યુવરાજ સાથે ચોક્કસ વાત કરતી હતી પરંતુ એક દિવસ રવિવારે તેને યુવરાજને ફોન કરતા તેને જાણવા મળ્યું કે તેમના દીકરાને ઈજા થઈ છે જેને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, ત્યારે તેની માતા ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી.

અને તે તરત હાંફળી ફાંફળી થઈને હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલ પહોંચતા તેણે જોયું તો તેમના દીકરાની હાલત ખૂબ જ ગંભીર હતી. તેમના દીકરા યુવરાજને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડોક્ટરનું કેવું હતું કે બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો છે જેના કારણે માતા ખૂબ જ રડી પડી હતી..

તેના દીકરાયુવરાજ સાથે હોસ્ટેલના કોચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો અને તેની ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં તેને જેલની જેમ રાખવામાં આવતો હતો. ચારે બાજુથી બંધ રૂમમાં રાખીને તેને બહાર પણ જાવા દેવામાં આવતો ન હતો. દીકરાની જેમ તેમ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે દીકરાની હાલત ખૂબ જ ગંભીર થઇ ગઈ હતી.

દીકરો જીવન મરણના જોલામાં જુલી રહ્યો હતો. તેની માતાએ તરત જ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રને ન્યાય આપવા માટે વિનંતી કરી હતી. પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી. યુવરાજ તેની માતાનો સહાયક હતો અને તેની માતાનું જીવન તેના દીકરા પર જ હતું. દીકરા સાથે આવી ઘટના બની જતા માતા આ આઘાત સહન કરી શકી ન હતી.

તેને હોસ્ટેલના કોચ સામે ફરિયાદ નોંધાવી હતી અને ન્યાયની માંગણી પોલીસ પાસે કરી હતી. આજકાલ બાળકો સાથે આવો દૂર વ્યવહાર કરવામાં આવતો હોવાને કારણે બાળકો શાળાએ જવામાં પણ ડરી રહ્યા છે. એક પિતા વગરના દીકરા સાથે આવી કરુણ ઘટના બનતા લોકો શોકમાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment