Breaking News

આયુર્વેદની દુકાને પોલીસે છાપો મારતા જ લોકો ઉભી પૂંછડીયે ભાગ્યા, મળી આવ્યો એવો સામાન કે જોતા જ છૂટી ગયો પરસેવો..!

હાલ ના સમય માં ગુજરાતમાં નશાખોરી અને ડ્રગ્સના કેસો વધી રહ્યા છે. રાજ્યની પોલીસ દ્વારા અનેક જગ્યાએ તપાસ હાથ ધરી તેમજ અચાનક દરોડા પાડીને ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થો વેચતા લોકોને ઝડપી પાડ્યા છે. જૂનાગઢમાં SOG પોલીસે આયુર્વેદિક પીણાના નામે ગેરકાયદેસર રીતે નશાયુક્ત પીણું વેચી રહેલા કેટલાક લોકોને ઝડપી પાડયા છે.

આ લોકો પાનની દુકાને તેમજ હર્બલ શોપ પર આયુર્વેદિક પીણાંના બહાને નશાયુક્ત પીણાં વેચી રહ્યા હતા. આ મામલે જૂનાગઢના SOG પોલીસ એ જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ચોરવાડ તેમજ વંથલીમાંથી લગભગ 1200 જેટલી નશાયુક્ત પીણાંની બોટલો જપ્ત કરી છે. તેમજ તેનું વેચાણ કરનાર લોકોની ધરપકડ કરી છે..

આ ઉપરાંત સૌરાષ્ટ્ર પણ અનેક વિસ્તારોમાંથી પાનની દુકાન આ પ્રકારના ગેરકાયદેસર ધંધા થતા હોવાનો અહેવાલ પોલીસને મળી આવ્યો છે. જુનાગઢ પોલીસને માહિતી મળતા ગઇરાત્રે તેઓએ જૂનાગઢના પોશ વિસ્તારના ઝાંઝરડા રોડ પર આવેલી એક કૈલાશ હર્બલ નામની દુકાનમાં અચાનક જ તપાસ હાથ ધરી હતી.

દુકાનની તપાસ દરમિયાન આ દ્રશ્ય જોઇને પોલીસને જાણ થઈ ગઈ હતી કારણ કે આ દુકાનની અંદર બીયર બાર ન્યુ ગેમ ટેબલ અને ખુરશી નાખીને આ જેટલા યુવકો નશો કરતા હતા. તેમજ કૈલાસ હરબલ દુકાનના માલિક દ્વારા તેમને નાસ્તાથી લઇને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. જુનાગઢ પોલીસ દ્વારા નશો કરતા તમામ લોકો અને આ દુકાનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી..

તેમજ પોલીસ દ્વારા દુકાનમાં રહેલા એક ફ્રીજની તપાસ કરતા તેમાંથી 300થી વધુ નશાયુક્ત પદાર્થની બોટલો મળી આવી હતી. જેનું વેચાણ દુકાનના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું. આ ઉપરાંત જૂનાગઢના પીએસઆઇ એમ ગોહિલ અને તેમની ટીમે જૂનાગઢ જિલ્લાના અનેક આવી જગ્યાઓએ દરોડા પાડીને લગભગ ૨૦૦૦ જેટલી ગેરકાયદેસર નશાયુક્ત બોટલો જપ્ત કરી હતી..

તેમજ 3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ જપ્ત થયેલા મુદ્દામાલ અને નશાયુક્ત બોટલોની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલવામાં આવી છે. લેબોરેટરી માંથી તેના યોગ્ય રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે..

હવે જુનાગઢ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી ઝડપાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે પોલીસને એવી શંકા છે કે, આ ઘણા લોકો સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે. જે આ નશાયુક્ત પદાર્થોની હેરફેરમાં દુકાનદારની મદદ કરતા હશેઆ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ડોક્ટર તરફથી શરદી ઉધરસ માટે આપવામાં આવતી કફનો ઉપયોગ યુવાનો નશાના કાર્યો માટે કરતા હોવાનું સામે આવ્યું છે..

સીરપની બોટલ ડોક્ટરની પરવાનગી વગર વેચી શકાતા નથી. પરંતુ કેટલાક મેડિકલમાં આ બોટલો ડોક્ટરની પરવાનગી વગર મળતી હોવાની પોલીસને જાણ થઈ છે. જિલ્લા પોલીસ દ્વારા તે લોકોને તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગેરકાયદેસર રીતે કફ સીરપ વેચતા દુકાનદારોની ધરપકડ પણ કરવામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *