Breaking News

અતિવૃષ્ટિની સહાય અંગે કૃષિ મંત્રીનું મોટું નિવેદન, શું ગુજરાતના ખેડૂતોને સહાય મળશે કે નહી? જાણો..!

આ વર્ષે ચોમાસાના ગાંડાતુર વરસાદને લીધે ખેડૂતોને ભારે અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો હતો. ભરપૂર વરસાદ પડવાથી જમીનના ધોવાણ થઇ ગયા હતા. તેમજ મકાનો પણ ધસી આવ્યા હતા. તેથી સરકારે ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે જાહેરાત કરી દીધી હતી. તેમજ જે જિલ્લાઓમાં વધારે પડતો વરસાદ પડ્યો અને વધારે પડતું નુકસાન થયું છે…

તે જિલ્લાઓમાં સરકારી અધિકારીઓ નુકસાનીનો સરવે કરવા આવશે અને ત્યારબાદ સર્વે નક્કી થશે કે કયા ખેડૂતોને કેટલા રૂપિયા સુધીનું રાહત પેકેજ આપવું,. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ કે જેમાં વધારે પડતું નુકસાન થયું છે…

તેવા ખેડૂતોને રાહત પેકેજ ની રકમ ખાતામાં આપી દીધી છે. જેની કુલ રકમ 155 કરોડ રૂપિયા છે. તેમજ થોડા દિવસો પહેલાં પણ એક નિવેદન આપ્યું હતું કે આ ચાર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કે જ્યાં વધારે પડતું નુકસાન થયું છે. તેવા વિસ્તારોમાં સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને પણ રાહત પેકેજ આપવામાં આવશે.

અમુક જિલ્લાઓને સર્વે થી વંચિત રાખવામાં આવ્યા હતા. તેથી ત્યાંના ખેડૂતોને ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો રાઘવજી પટેલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ દર વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને બજારમાં ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે તે એક ખુશીની વાત છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ થઈ જાય તેવું પીએમ મોદીનું સપનું છે. તેથી પાકની ખરીદી માં કોઈપણ ગેરરીતિ હશે તો ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતમાં ખાતરની ખૂબ જ છે. તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પરંતુ કૃષિમંત્રીએ આ ચર્ચાને વિરામ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાતરની કોઈ પણ અછત નથી તેમજ જે લોકો ખાતર ની કાળાબજારી કરશે તે લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હજી પણ ઘણા જિલ્લામાં રાહત પેકેજ માટે સર્વે ચાલી રહ્યા છે. તેથી ખેડૂતોના ખાતામાં જીવસૃષ્ટિનું રાહત પેકેજ જરૂર આવશે તેની ખાતરી ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *