અશોક પટેલની મોટી આગાહી : ગુજરાતમાં બર્ફીલા પવનો સાથે ઠંડીનું મોજું ફરી વળશે, તાપમાન થઈ જશે માઈનસ..

શિયાળામાં માવઠાઓ એ હવે આરામ લીધો છે તેથી હવામાન સુકું બનતાની સાથે જ ઠંડીએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ તેમજ કાશ્મીરમાં ભારે બરફ વર્ષાને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીના મોજા ફરી વળ્યા છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 18 તારીખથી લઈને 25 તારીખ સુધી અતિશય ઠંડી પડશે.. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં તાપમાન 8 ડીગ્રી કરતા પણ નીચે જતું રેહશે.. તો બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6 ડીગ્રી જોવા મળશે.

અસહ્ય ઠંડીને લીધે કોલ્ડવેવ જેવી સ્થિતિ ઉભી થશે. દિવસે તેમજ રાત્રે ઠંડીનું પ્રમાણ વધતું જ જશે. કચ્છ અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં પણ તાપમાન 10 ડીગ્રી કરતા નીચું નોંધાશે. આટલા ઓછા તાપમાનમાં શરીરના અમુક અંગો પણ કામ કરતા બંધ થઈ જાય છે. અશોક પટેલે જણાવ્યું છે કે આ ઠંડીનું મોજું 25 તારીખ સુધી યથાવત રેહશે..

ત્યારબાદ ધીમે ધીમે ઠંડી રાહતના શ્વાસો લેવા દેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ બર્ફીલા તોફાનોની પણ આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડી જોર પકડતી હોઈ છે. બર્ફીલા ચટ્ટાનો ઓગળવાથી ઉત્પન્ન થતા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે.

હજુ પણ ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ બનેલી રહશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અશોક પટેલે કરી છે. કચ્છ અને નલીયામાં તાપમાન 4 ડીગ્રી કરતા પણ નીચે જઈ શકે છે અને આબુ અંબાજીમાં તો અત્યારે જ માઈનસમાં તાપમાન જતું રહ્યું છે. અત્યારે આબુમાં માઈનસ 2 ડીગ્રી તાપમાન છે.

તમને જણાવી દઈએ કે આટલા ઠંડા માહોલમાં નદી પણ બરફ બની જાય છે. ઉત્તર ભારતમાં સતત હિમ વર્ષા વરસી રહી છે જેના લીધે ભારે ઠંડી યથાવત રેહશે અને લોકોને ઘરમાં ધાબળા અને સ્વેટર પહેરીને પુરાઈ રેહવાની પણ ફરજ પડી શકે છે.

જો આટલી બધી ઠંડીમાં માવઠાઓ કે વાવાઝોડાની સ્થિતિ અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થશે તો ભારે મુશ્કેલી સહન કરવી પડશે. કારણકે અત્યારે તાપમાન 5 ડીગ્રી કરતા પણ નીચે છે અને જો માવઠાઓ વરસે તો તાપમાનમાં હજી પણ નોંધપત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અતીશય ઠંડીના પગલે નાના બાળકોની સવારની શાળા નો સમય પણ સરકાર બદલી શકે તેમ છે. કારણકે ઠંડીની મહતમ અસર નાના બાળક અને વૃદ્ધો પર થતી હોઈ છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2 ડીગ્રી જોવા મળ્યું છે જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાન 6 ડીગ્રી તેમજ દક્ષીણ ગુજરાતમાં 7 ડીગ્રી નોંધાયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment