Breaking News

અષાઢ બેસતા જ 2 કલાકમાં 7 ઇંચ સાથે આ તાલુકાઓમાં ભારે મેઘમહેર, નદી-નાળા અને ચેકડેમ તૂટી જતા ગામો થયા સંપર્ક વિહોણા.. વાંચો..!

અષાઢ મહિનો બેસતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેરના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં સુરત, વલસાડ અને નવસારી તેમજ ડાંગ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અંદાજે ચાર ઇંચથી લઈ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળા તેમજ ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો હતો..

જ્યાં માત્ર બે કલાકની અંદર સાત ઇંચ વરસાદ વરસી જતા જનજીવન ખોરવાયું હતું. તેમજ નદી નાણામાં પાણી એટલી ગતિ હતી વહેવા લાગ્યું હતું કે, જેના કારણે ચેકડેમ પણ તૂટી ગયો છે. અને ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં કામરેજ તાલુકાની અંદર અઢી ઇંચ વરસાદ જ્યારે માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે..

તેમજ ચોર્યાસી, બારડોલી, ઓલપાડ, પલસાણા, અને મહુવામાં અંદાજે બે ઇંચથી લઈ ત્રણેય સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. અષાઢ મહિનો બેસતાની સાથે જ હવામાન વિભાગ એ બે દિવસ સુધી ભારેથી અતીભારે વરસાદ વરસવાની આગાહી દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં આપી હતી..

એ મુજબ બે કલાકની અંદર ધોધમાર વરસાદ વરસી જતા મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં વલસાડ તાલુકામાં સવારના 04:00 વાગ્યાથી લઈ છ વાગ્યા સુધીના સમયમાં માત્ર બે કલાકની અંદર અંદર 60 જેટલો વરસાદ વરસી જતા આખું શહેર તરબોળ થઈ ગયું હતું. જ્યારે કપડા અને વાપીમાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયા છે.

ઉમરપાડામાં ભારે વરસાદ વરસતા ચેકડેમ તૂટી ગયો છે. તેના કારણે ચેકડેમની અંદર રહેલા પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી ગયા છે. અને લોકોના ઘરમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. જ્યારે કામરેજમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જ સર્વિસ રોડ વધુ એક વાર પાણીની અંદર ગરકાવ થયો છે.

ભારે મેઘમહેરના કારણે વીરા નદીમાં પુર આવ્યું છે. જ્યારે ગોંડલીયા ગામ પાસેનું કોજવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરત શહેરના જીવા દોરી સમાજ ઉકાઈ ડેમમાં આ સીઝનની અંદર પ્રથમ વખત પાણીની જોરદાર આવક થઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની અંદર ગઈકાલે આઠ વાગ્યા આસપાસ 11,841 કયુસેક પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી..

જ્યારે 1050 કયુસેકનો આઉટફલો પણ કરવામાં આવ્યો છે. જ્યારે આ ડેમની કુલ સપાટી હાલ 315 ફૂટે સ્થિર છે. આ વર્ષે સારા ચોમાસાના એંધાણને પગલે દરેક વિસ્તારોમાં ચોમાસું સારું રેહશે તેમજ ભારે મેઘમહેરના દ્રશ્યો જોવા મળશે. હાલ અરબ સાગરમાં બીજા રાઉન્ડના વરસાદની સીસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં નુકસાની જતા હવે ‘હું સમાજને શું મોઢું દેખાડીશ’ એવા વિચારો કરીને યુવકે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો, હચમચાવતો કિસ્સો..!

પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે રોજબરોજ કમાણી કરવી ખૂબ જ જરૂરી છે, પરિવારની દરેક જીવન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *