ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. દર વર્ષે કચ્છમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે કચ્છમાં પણ 100 ટકાથી વરસાદ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે.
તેમજ પીવાના પાણીની અછત દૂર થઇ છે. ગુજરાતના અમદાવાદ શહેરના ગોમતીપુર, ઓઢવ, રખિયાલ જમાલપુર, વિરાટનગર, ગોળલીમડા, તેમજ લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ચુક્યો છે. હાલમાં પણ સરખેજ, સનાથલ, બાકરોલ, નવાપુરા વિસલપુર તેમજ કાસિન્દ્ર અને અન્ય ઘણા શહેરોમાં ધીમા પવનએ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષને ગુજરાતમાં કુલ 19.5 ઇંચ જેટલા વરસાદ સાથે સીઝનનો લગભગ 60 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદમાં ભારે થી અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 32 જિલ્લાઓ ના 140 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરામાં 2 ઇંચ, સંખેડામાં 2 ઇંચ, વાઘોડિયામાં 3 ઇંચ તેમજ બોડેલીમાં સાડા 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત આજે સવારથી લઈને અત્યાર સુધીમાં 15 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તિલકવાડા, કપરાડા અને પાદરામાં બે-બે ઇંચ વરસાદ વરસયો છે.
ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષનો લગભગ 58% તેમજ દક્ષિણ ગુજરાતમાં 75% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 74% જેટલો વરસાદ અને ગુજરાતના ઉત્તર ભાગમાં 35% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં આ સીઝનનો સૌથી વધુ 104% વરસાદ વરસી ચૂક્યો છે.
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદના પ્રમાણ માં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ઘણી જગ્યાઓએ હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 5 દિવસો સુધી આવો જ વરસાદી માહોલ બન્યો રહેવાનો છે. જેમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
પરંતુ અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના જણાવવામાં આવી છે. ગુજરાતમાં ઓખાના દરિયા કિનારાથી લગભગ 70 કિલોમીટર દૂર અરબસાગરમાં વાવાઝોડાના ચક્રવાત ને કારણે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. અરબ સાગરમાં રહેલું આ વાવાઝોડું ધીરે ધીરે ઓમાન તરફ આગળ જઈ રહ્યું છે.
આ વાવાઝોડું આવનારા બે દિવસોમાં પશ્ચિમ ઉત્તર ઓમાનના દરિયા કિનારા તરફ પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ વાવાઝોડું લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતીએ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જ્યાં સુધી અરબસાગરમાં આ ખતરો ન ટળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]