Breaking News

અરબ સાગરમાં ડીપ્રેશન થતા હવામાન વિભાગે આપી આગાહી, આ વિસ્તારમાં થઈ જશે ચારે કોર પાણી જ પાણી.. વાંચો..!

આજકાલના સમયમાં આબોહવા ખૂબ જ વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આબોહવામાં ફેરફાર ને કારણે જમીન વિસ્તાર તેમજ સમુદ્રના વાતાવરણમાં ફેરફાર સર્જાય છે. આવી જ રીતે ગુજરાત ને ચારેય તરફથી ઘેરતા અરબી સમુદ્રમાં આબોહવાના ફેરફારને કારણે લો ડિપ્રેશન ની પરિસ્થિતિ ઉદ્ભવી છે.

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે દરિયામાં સર્જાતી આ પરિસ્થિતિના કારણે ગુજરાતના ઘણા બંદરો પર તેની અસર જોવા મળશે. તેથી આસમ ભાવનાને અનુલક્ષીને સૌરાષ્ટ્ર ના કેટલા બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે ભાવનગર, જામનગર તેમજ અમરેલીમાં આજે હવામાનમાં સામાન્ય બદલાવ જોવા મળ્યો છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને કારણે દરિયાની મધ્યમાં લગભગ ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તેમજ પવનની આ ઝડપને કારણે સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. તેથી આવનારા ચારથી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ખેડવા માટે ના પાડવામાં આવી છે.

પોરબંદર, કોડીનાર જેટી, જાફરાબાદ બેડી જોડીયા નવાબંદર સલાયા રૂપેણ તેમજ સિક્કા જેવા સૌરાષ્ટ્રના કેટલાક બંદરો પર એક નંબરના સિગ્નલ લાગુ પાડવામાં આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અરબી સમુદ્ર ના મધ્યમાં લો ડિપ્રેશનની પરિસ્થિતિ ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહી છે.

જાણકારી મુજબ આ ચક્રવાત મુંબઈથી લગભગ 840 કિલોમીટર જેટલું દૂધ સ્થિર થયું છે. જે પશ્ચિમ તરફ આગળ વધી ને બે દિવસ બાદ શાંત પડશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ આલો ડિપ્રેશનનો ખતરો હાલતો થયો છે પરંતુ બીજી તરફ અંદમાન નિકોબાર ટાપુ પાસે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે.

જેના કારણે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ પુડુચેરી તેમજ લક્ષદ્વીપ ટાપુઓ પર ખૂબજ ભારે પ્રમાણ માં વરસાદ લાવી શકે તેવી હવામાન વિભાગ ની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડયું છે પરંતુ હવામાન વિભાગની આગાહી સાંભળતા ખેડૂતોના હૈયા ને પણ ભરાઈ ગયા છે કારણકે આ વર્ષે વરસાદે ખેડૂતોને ખુબજ નુકસાની પહોચાડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *