Breaking News

અરબ સાગરમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાત ઉપર 2 દિવસ મહાસંકટ, આ વિસ્તારોને ધમરોળી નાખશે મેઘરાજા.. વાંચો..!

ગુજરાતમાં હાલ હવામાન વિભાગની આગાહીનો સમય ચાલી રહ્યો છે. હવામાન વિભાગે 11 તારીખે લઇ 17 તારીખ સુધી જુદા જુદા વિસ્તારોમાં ભારે થી અતિભારે તેમજ હળવા થી મધ્યમ વરસાદની પણ આગાહીઓ આપી હતી. એ આગાહીમાં હજુ પણ બે દિવસ અતિ ભારે વરસાદ વરસશે તેવું જણાવ્યું છે..

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ પ્રવેશી ગયું છે. અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. આ માહોલની વચ્ચે મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસવા જઈ રહ્યો છે..

જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ખૂબ જ મુશળધાર વરસાદ વરસ્યો છે..

જેના કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. સાબરકાંઠાના ખેરાલુમાં અઢી ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, જ્યારે જોટાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લામાં પણ ખૂબ જ સારો વરસાદ ખાબકતા રાધનપુરમાં એક ઇંચ, સિદ્ધપુરમાં બે ઇંચ, સાંતલપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે તલોદ, હિંમતનગર, ઇડર, પોશી, વડાલી અને ખેડાબ્રહ્મામાં બે ઇંચથી લઈ પાંચ ઇંચ સુધીનો જુદો જુદો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની અતિ ભારે આગાહીને પગલે રાજ્યના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.. 15 થી 16 ઓગસ્ટ ના દિવસોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..

જેને પગલે માછીમારો અને દરિયો પણ ન ખેડવા સૂચના આપી દેવાય છે. આ સાથે સાથે વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવામાં તે જણાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથનો દરિયો ગાંડો તૂર થયો હતો. ભારે પવન ફુંકાવાને કારણે ખૂબ જ ઊંચા મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત દરિયામાં ઉછળતા મોજાની સાથે સાથે 50 કિલોમીટરની ઝડપ એ પવન ફૂંકાવા લાગ્યો હતો..

જેને કારણે માછીમારોના જીવ પણ તાળવે ચોટી ગયા છે. જ્યારે કેટલાક વૃક્ષો પણ ધારાશાયી થયા છે. સમુદ્રમાંથી ભારે કરંટને કારણે કેટલીક બોટને પણ નુકસાન થયું છે. જ્યારે દ્વારકાના ગોમતી ઘાટ પર 12 ફૂટથી લઈને 15 ફૂટ સુધીના મોજા ઉછાળવા લાગ્યા છે. આવનારા બે દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થવાના છે..

જેમાં જુદા જુદા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસવાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ દરેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસશે જેને લઇને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ સર્જાયો છે. પરંતુ જો વરસાદની સાથે સાથે હતી મારે પવન પણ ફૂંકાવા લાગશે તો ખેતીમાં ખૂબ જ મોટી નુકસાની જવાની પણ ભીતી સતાવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *