છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ તેમજ પાટીદારોમાં વર્ચસ્વ ચહેરો નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે ખૂબ ચર્ચા વિચારણા ચાલી રહી હતી. રોજ રોજ મીડિયા ડિબેટ અને સોશિયલ મીડિયામાં કયા પક્ષ સાથે તેઓ જોડાયા છે. એ બાબતને લઇને ચર્ચાઓ એ જોર પકડ્યો હતો..
પરંતુ હાલે નરેશ પટેલ રાજકારણમાં કયા પક્ષ સાથે જોડાશે તે બાબતનો ખુલાસો થઈ ગયો છે. નરેશ પટેલે આપેલા મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું કે તેઓ સમાજના કહેવાથી રાજકારણમાં જોડાશે. તેમજ હાલ કયા પક્ષ સાથે જોડાય તે બાબત સંપૂર્ણ રીતે નક્કી નથી. પરંતુ ચોક્કસ સમય આવે તેવો જાહેરાત કરી દેશે..
હજુ સુધી તેઓએ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ગુજરાતના કોંગ્રેસ પક્ષ માટે મુખ્યમંત્રી પદના ચહેરા પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસ પાર્ટી માં મનોબળ મજબૂત થશે..
સાથે સાથે ભાંગી પડેલી કોંગ્રેસ પાર્ટીને ફરી એક વાર ઉભું થવાનું જોર મળશે. નરેશ પટેલની સાથે સાથે ચૂંટણીના માસ્ટરમાઈન્ડ પ્રશાંત કિશોર પણ તેમને રાજકીય નીતિઓમાં મદદ કરશે. થોડા દિવસ પહેલા નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે એક બેઠક મળી હતી..
એમાં પ્રશાંત કિશોર જણાવ્યું હતું કે, ગુજરાતના કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે નરેશ પટેલ એકદમ વ્યવસ્થિત ચહેરો છે. નરેશ પટેલનું વર્ચસ્વ ખુબ વધારે હોવાને કારણે ઘણા બધા લોકોનું સમર્થન તેમની સાથે છે. એટલે નરેશ પટેલ કોંગ્રેસ માટે ખૂબ મજબૂત ચહેરો સાબિત થશે.
અશોક ગેહલોતની મધ્યસ્થીમાં તેમજ રાહુલ ગાંધીની અનુમતી લઇને પ્રશાંત કિશોરે નરેશ પટેલને કોંગ્રેસ તરફથી ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. આ માહિતીને લગભગ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે..
પરંતુ નરેશ પટેલ પોતે 15 તારીખ આસપાસ આ બાબતને લઈને ઓફિશિયલ જાહેરાત કરી દેશે. તો બીજી બાજુ નરેશ પટેલે પોતાના પક્ષમાં સમાવવા માટે ગુજરાતના ત્રણ રાજકીય પક્ષો દમદાર રીતે મહેનત કરી રહ્યા હતા. કારણ કે નરેશ પટેલ ખોડલધામના પ્રમુખ તેમજ તેઓની સાથે અન્ય ઘણા બધા પાટીદાર નેતાઓનું સમર્થન રહેલું છે..
એટલા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ એમ ત્રણેય પક્ષો નરેશ પટેલે પોતાના પક્ષ સાથે જોડવા માટે મથામણ કરી રહ્યા હતા. પરંતુ નરેશ પટેલ અંતે કોંગ્રેસ પક્ષ સાથે જશે તેવી માહિતી મળી છે. આ બાબતને લઇને હાલ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]