જે લોકો પાસે કોઈ ચોક્કસ કામ ધંધો નથી તેવા લોકો સામાન્ય લોકોને પોતાના નિશાન બનાવીને ચોરી લૂંટફાટ અને ધમકી આપીને પૈસા પાડવાની કોશિશ કરતા હોય છે. આવા કેટલા ઠગીયાઓને પોલીસે દબોચી લીધા છે. અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ આવા ઘણા બધા ચોર લૂંટારા અને ઠગ લોકો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે..
આવા લોકો સામાન્ય વ્યક્તિઓ કે જેઓ મહેનત કરીને પૈસા કમાય છે. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરતા હોય છે. તેવા લોકોને ભેગા કરેલા તમામ રૂપિયા અને ચીજવસ્તુઓ લૂંટીને ચાલ્યા જતા હોય છે. આ પ્રકારનો લૂંટફાટનો એક કિસ્સો વલસાડ જિલ્લાના દમણમાંથી સામે આવ્યો છે..
જ્યાં ડાભોર ખાતે એક સોસાયટી આવેલી છે. જેમાં રહેતા એક પરિવારને ચોરી લૂંટનો ભોગ બનવું પડ્યું છે. આ સોસાયટીમાં કેટલાક લોકો ચોરી કરવાના ઈરાદે ઘૂસી આવ્યા હતા. આ સોસાયટીમાં રહેતો એક પરિવાર કે જેમાં પતિ ,પત્ની સાથે ઘરની દેરાણી પણ ઘરની બહાર હાજર હતી. તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા..
એવામાં આ તમામ ચોર-લૂંટારાએ ઘર પાસે આવી પહોંચ્યા હતા. અને પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક સ્પ્રે કાઢ્યો હતો. આ સ્પ્રે આ ત્રણેય લોકોની આંખમાં છાંટી દીધો હતો. હકીકતમાં જ્યારે ખૂબ જ જ્વલનશીલ પદાર્થમાંથી બનાવવામાં આવ્યો હતો. જે આંખમાં પડતાની સાથે જ આંખમાં બળતરા થવા લાગે છે. અને એ લોકો થોડા સમય માટે અંધ બની જાય છે.
આ સ્પ્રે આંખમાં આવતા જ ત્રણ વ્યક્તિઓ પોતાની આંખો ચોળવા લાગ્યા હતા. અને તેની સામે રહેલા વ્યક્તિઓનો ચહેરો પણ તેઓને દેખાયો હતો નહીં. આ બાબતનો ફાયદો ઉઠાવીને આ ચોર લૂંટારા હોય ઘણી વ્યક્તિઓએ પોતાના શરીર પર પહેરેલા સોના ચાંદીના દાગીનાઓને ઉતારી લીધા હતા. અને પોતાની બેગમાં નાખીને સાચો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ ત્રણ વ્યક્તિઓના શરીર પરથી અંદાજે ૬૦ થી ૭૦ ગ્રામ સોનું લૂંટાઈ ગયું હતું. એટલા માટે પરિવારની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓની સાથે ખૂબ મોટી લૂંટ થઈ છે. તેમની આંખે સ્પ્રે છાંટી દેવામાં આવતા ચહેરા જોવા શક્ય બન્યા નથી. પરંતુ પોલીસે ભેજુ દડાવીને સોસાયટીના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી.
જેમાં જણાવ્યું કે ચોરી કરવાના ઈરાદે ઘૂસી આવેલા આ લૂંટારોનું નામ દીપક કિશનભાઇ ભાકીયાદર છે. તેને સૌ કોઈ લોકો બોબડો કહીને બોલાવે છે. તેની ઉંમર ૨૫ વર્ષની છે. અને તે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. અને હાલ તે વાપીના કબ્રસ્તાન રોડ ઉપર રહે છે. પોલીસને આ તમામ બાબતોની જાણ થતા જ આરોપીને પકડવા માટે જરૂરી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ આરોપીને કોઇ અંગત કારણોસર જાણ થઇ જતાં તે પોતાની જગ્યા ફેરવી રહ્યો હતો. પોલીસને પણ તેની પાછળ પાછળ વધારે મથામણ કરવી પડી હતી. અને આરોપીને પકડવામાં પણ આવી ગયા હતા. અને અંતે તેને વાપીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછતાછ કરતાં જણાવ્યું છે કે, તે વાપી અને ઉંમરગામ સહિતના કુલ ૧૧ ગુનામાં સામેલ થયેલો આરોપી છે.
આ કોઈ મામૂલી આરોપી નહીં. પરંતુ તેની સામે કુલ અગિયાર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. છતાં પણ આ રીતે ગુનેગાર પોલીસને પકડમાંથી દૂર હતો મોટાભાગના કેસો તેની સામે ચોરી અને લૂંટના નોંધાયા છે. આ આરોપીને અનેક વખત જેલમાં બંધ કરવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ ફરી પાછો તે ચોરી લૂંટફાટ કરવા લાગ્યો હતો. અને હવે પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]