જેમ જેમ લોકો ની ઇરછાઓ અને જીવન ધોરણમાં વધારો થતો જોવા મળે છે તેની સાથો સાથ અમુક લોકો જે પોતાના પગે ઉભા રહેવા માટે સક્ષમ નથી હોતા અને હમેશા ને માટે અન્ય લોકો ની પાસે રૂપિયાની માંગણી કરતા હોય જેઓ અન્ય લોકો પર કાયમ માટે નભતા હોય અને બીજા લોકોના મોજ અને શોખ ને જોય ને પોતાની ઇરછાઓ પર કાબુમાં નથી રાખી શકતા,
તેઓ અંતે તો કેટલાય ને રહેંસી જ નાખતા જ હોય છે આવી પરીસ્થીમાં જો કોઈ સારો માણસ હોય તો તે પોતે કોઈ સારી જગ્યા એ પોતાની જગ્યા મેળવી આવકના સાધનો મેળવી જ લેતો હોય છે અને જો પોતાની બુદ્ધિશક્તિ પર ભરોસો આવતો હોય તો તો પોતાના જ પગ પર એક મોટો ધંધો કરવા માટે સક્ષમ પણ બની જતા હોય છે અને સારી એવી પ્રગતિ પણ કરી શકે છે.
હાલમાં એવી જ ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ચોરી અને લૂંટફાટ તો મોટા શહરોમાં એક સ્વાભવિક વાત બની ગઈ હોય એવું લાગી આવે છે હાલમાં જે ઘટના બની છે તે સુરતના ડિંડોલી ખાતે ઓમ નગર પાસે આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી ધોળા દિવસે બે લૂંટારૂ રોકડા ૩૩ લાખની લૂંટ કરી હતી.
બાઈક પસાર થતી વખતે જ આંગડીયાના કર્મચારી પાસેથી ફૂલ રૂપિયા ભરેલો થેલો સામે બંદૂક બતાવી લૂંટી લીધો હતો. બાદમાં આજ લૂંટારૂઓ ગણતરીના સમયમાં ફરાર થઈ જતા પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડતી થઇ છે. બનેલ ઘટનાની સમગ્ર માહિતી જાણવામાં આવે તો આંગડિયા ભાગીદાર સાથે માથાકૂટ કરી બંદુક વડે આંગડિયા પેઢીના ભાગીદારને ડરાવ્યા હતા.
ત્યારબાદ તુરંત લાફા મારી બંને લૂંટારૂઓએ તેમના હાથમાંથી ધોળા દિવસે જ રોકડા રૂપિયા 33 લાખ ભરેલી બેગ હાથ માંથી ઝૂંટવી ભાગી ગયા હતા. દિનદહાડે ખુલ્લે આમ લાખોની લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ડીંડોલી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા.
પોલીસે પેહલા તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો પૂરો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ભોગ બનનારની તમામ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ મળતી માહિતી અનુસાર સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી આજે જયારે સવારના સમયે ડિંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી,
તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના બધા લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવા પામી છે. આંગડિયા ભાગીદાર સાથે માથાકૂટ કરી બંદુક વડે આંગડિયા પેઢીના ભાગીદારને ડરાવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]