મોટાભાગના લોકોને ઘરનો તંદુરસ્ત સ્વાદ લેવાને બદલે બહારના તીખા તમતમતા અને ગરમ મસાલા વાળા ખોરાકનો સ્વાદ લેવાનું વધુ પસંદ પડે છે. લોકો પોતાના સ્વાસ્થ્યનું નહીં પરંતુ પોતાની જીભને ગમે છે. તેવું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ બહારના ખોરાક ખાવાને કારણે ઘણા બધા લોકો બીમારીમાં સપડાઈ જતા હોય છે. તેમજ સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના બનાવો પણ સામે આવ્યા છે..
જેમાં સુરતના ઘણાં રેસ્ટોરેન્ટ અને અમદાવાદ તેમજ વડોદરાના રેસ્ટોરન્ટમાંથી પણ ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ જીવ જંતુ અને જીવાતો ખોરાકમાંથી મળી આવી હતી. જે બહારનો ખોરાક ખાનારા લોકોને જીવને જોખમમાં મૂકે છે હાલ ગીર ગઢડાના એક આંગણવાડી માંથી ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ આંગણવાડીમાં બાળકોને રોજ ભોજન આપવામાં આવે છે.
શાળાઓમાં પણ બાળકોને ભોજન પૂરું પાડવામાં આવતું હોય છે. ગીરગઢડાના જરગલી ગામમાં એક આંગણવાડી આવેલી છે. આ બાળકોમાં ખુબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવે છે. આ તમામ બાળકો માટે સવાર અને બપોરના સમયે આંગણવાડીના કેન્દ્રએ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરી આપે છે.
તમામ બાળકો ત્યાં બેસીને આ ભોજનનો આનંદ માણતા હોય છે. પરંતુ એક દિવસ એક બાળકે પોતાને આપેલું ભોજન ખાવાને બદલે પોતાના ડબ્બામાં ભરીને ઘરે લઈ ગયો હતો. ત્યારે બાળકના ડબ્બાને ખોલીને તેના માતા-પિતાએ જોયું તો ડબાની અંદર દાળઢોકળી હતી. આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બાળકે ખાવાને બદલે ડબ્બામાં ભરીને ઘરે લઈ આવ્યો હતો અને તેના માતા-પિતાએ જ્યારે દાળ ઢોકળીને ચમચીમાં લઈને ખાવાનો પ્રયાસ કર્યો..
ત્યારે તેમણે જોયું કે દાળઢોકળીની અંદર ઈયળ તેમજ ધનેડા જેવા જીવાતો દેખાય આવ્યા હતા. આ જોતાની સાથે જ તેઓનો પિત્તો હલી ગયો હતો અને તેઓએ તાત્કાલિક ધોરણે આંગણવાડીના જવાબદાર લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ આ બાબતની જાણ ગામના સરપંચ તેમજ અન્ય જાગૃત યુવાનોને પણ કરી દીધી હતી.
આ સાથેસાથે ઘણા આગેવાનો પણ તરત જ આંગણવાડી ખાતે દોડી આવ્યા હતા. સાથે સાથે બાળકનાં માતાપિતાએ આંગણવાડીના અધિકારીઓને જણાવ્યું હતું કે બાળકોને આપવામાં આવેલી દાળ ઢોકળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે તેની અંદર ઇયળ અને ધનેડા જેવી જીવાંતો મળી આવી છે..
આ માત્ર એક વખત મળી આવ્યું છે. પરંતુ બાળકોને આ ભોજનનો કોઈ ખ્યાલ રહેતો નથી. એટલા માટે તેઓ ગમે તેવો ખોરાક ખાઈ જતા હોય છે. શું ખબર તેઓ રોજ આ પ્રકારનો ખોરાક આપતા હશે કે રોજ સારો ખોરાક આવતા હશે. આંગણવાડીના મહિલા સંચાલક અને આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓની મોટી ભૂલ થઈ ગઈ છે..
હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં થાય હા લોકો સોશિયલ મીડિયા પર ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. જેમાં અમુક લોકો કહી રહ્યા છે કે, આ ભોજન બનાવવા માટે આવતો સામાન ઉપરથી જ ખરાબ ચાલી રહ્યો છે કે પછી આંગણવાડીના લોકોની બેદરકારીના કારણે બાળકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે..
બાળકના માતા-પિતા તાત્કાલિક ધોરણે આંગણવાડી પહોંચીને મોટો હોબાળો મચાવી દેતા અધિકારીઓ પણ હચમચી ગયા હતા. હકીકતમાં આખું ચોંકાવનારો મામલો છે. કારણ કે જે બાળકોને શાળામાંથી ભોજન આપવામાં આવે છે તે ભોજન બાળકો કોઇ પણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા વગર આરોગી લેતા હોય છે.
તેઓને સહેજ પણ પ્રકારનો અંદાજ એવો તો નથી કે આ ભોજનની અંદર શું વસ્તુ મિલાવેલી છે. શું ભોજન સ્વાદિષ્ટ છે કે નહીં..? શું આ ભોજન તંદુરસ્ત અને સ્વસ્થયલક્ષી છે કે નહીં..? હકીકતમાં જે બાળકો અને ભોજનશાળામાંથી આપવામાં આવતું હોય છે. તેવા બાળકોના માતાપિતાએ આ લેખને ખાસ વાંચી લેવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]