અનાજ ભરવાના ટીપણામાં સંતાકૂકડી રમતા 5 બાળકો સંતાઈ ગયા, ઢાંકણું બંધ થઈ જતા શ્વાસ રૂંધાયો અને અંતે રીબાઈ રીબાઈને થયું મોત..!

બાળકો સાથે બનતા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે. આવા કિસ્સાઓ બનતા બાળકોના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકો નાની ઉંમરમાં પોતાની અણસમજને કારણે રમત રમતમાં જીવલેણ ઘટનાઓ ઘડી લે છે. અને તેઓ રમતમાં ગંભીર ઘટનાઓ કરી નાખતા તેને સાચું ખોટાની ખબર હોતી નથી.

બાળકોને રમતમાં જીવ હોય છે જેના કારણે બનતી ઘટનાઓ ખૂબ જ સામે આવે છે. જેમાં વધુ એક ઘટના હાલના સામે આવી હતી. આ ઘટના બિકાનેરના હિમ્મતસર ગામમાં બની હતી. ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના ચાર સંતાનો રહેતા હતા. પરિવારમાં રહેતા યુવકનું નામ ભિયારામ હતું.

તેના ચાર સંતાનોમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ હતી. દીકરાનું નામ ભિયારામ હતું. તેમની ઉંમર 4 વર્ષની હતી અને તેમની એક દીકરીનું નામ રવિના હતું. તેમની ઉંમર 7 વર્ષની હતી. બીજી દીકરીનું નામ રાધા હતું. તેમની ઉંમર 5 વર્ષની હતી અને તેમની ત્રીજી દીકરીની ઉંમર 8 વર્ષની હતી. તેમનું નામ પૂનમ હતું.

આ ખેડુત પરિવાર હતો. તેઓ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભિયારામ પોતાની જાતે ખેતીનું કામ કરતા હતા. જેના કારણે ભિયારામ અને તેમની પત્ની ઘણીવાર ખેતરે કામ કરવા જતા તે સમયે તેમના બાળકો ઘરે એકલા રમતા હતા. તેઓ દરરોજની જેમ ઘટના બનીએ દિવસે પણ ખેતરમાં ખેતી કામ કરવા માટે ગયા હતા.

બાળકો ઘરે એકલા હતા. તેની સાથે ભિયારામની ભત્રીજી માલીની પણ બાળકો સાથે રમી રહી હતી. પાંચેય બાળકો સંતાકૂકડીની રમત રમી રહ્યા હતા. જેના કારણે તેઓ ઘરમાં અલગ અલગ જગ્યાએ છુપાઈ રહ્યા હતા. છુપાવવા માટે પાંચે બાળકો એક વખત લોખંડની પતરાથી બનેલી અનાજની ટાંકી ખાલી હતી.

જેને કારણે તેમાં છુપાવવા માટે ઘૂસી ગયા હતા. તે સમયે ટાંકીને ઢાંકણું અચાનક જ બંધ થઈ ગયું હતું. ટાંકીની ઊંડાઈ પાંચ ફૂટ અને પહોળાઈ 3 ફૂટ હતી. પાંચેય બાળકો અંદર જતા જ ટાંકીનું ઢાંકણું બંધ થઈ જતા બાળકો ફસાઈ ગયા હતા અને તેઓએ બૂમ પાડી હતી પરંતુ બહાર તેમની બુમ સાંભળવા કોઈ જ ન હતું.

બાળકોએ ઢાંકણ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકો ઢાંકણ ખોલી શક્યા ન હતા. અને માતા પિતા ખેતરેથી ઘરે આવ્યા બાદ તેની માતાએ બાળકોને શોધ્યા હતા પરંતુ બાળકો ઘરે પણ મળ્યા ન હતા જેના કારણે તે ગભરાઈ ગઈ હતી તે ઘરમાં દરેક જગ્યાએ શોધી રહી હતી તે સમયે તેણે ટાંકીનું ઢાંકણ ખોલ્યું હતું.

અને તે જોતા જ તે ગભરાઈ ગઈ હતી અને ચીસ પાડી બેઠી હતી. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોના શ્વાસ ગૂંગળામણને કારણે બાળકો મૃત્યુ પામ્યા હતા. એકસાથે પાંચ બાળકોના મૃત્યુ થઈ જવાને કારણે પરિવારમાં આઘાતમાં આવી ગયો હતો.

હસતા ખેલતા પરિવારને નજર લાગી ગઈ હતી અને પરિવારમાં એક પણ બાળક રહ્યું ન હતું. દરેક બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment