અમુલ દૂધના ભાવમાં ફરીએકવાર ઝીંકાયો ભાવ વધારો, જાણી લો ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધની બાટલીના નવા ભાવો..!

ભાવ વધારો સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ કરી દે છે. કારણ કે સામાન્ય માણસની રોજગારીની તકો દિવસેને દિવસે ઘટે છે. જ્યારે મોંઘવારીનો માર દિવસેને દિવસે ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. મોંઘવારી ઘટવાનું નામ જ નથી લઈ રહી. આવા સમયમાં પેટ્રોલ-ડીઝલમાં રોજ રોજ વધારો થતો હોય છે..

તો બીજી બાજુ શાકભાજી તેમજ સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલ અને મકાઈ તેલના ભાવોમાં પણ અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવતા મધ્યમ વર્ગીય લોકો માટે ઘણી ખરી વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની જતી હોય છે. આવા માહોલની વચ્ચે અમૂલ દૂધમાં ફરી એક વખત ભાવ વધારો કરી દેતાં લોકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે.

અમુલ દૂધ માત્ર 6 મહિનામાં જ બીજી વખત ભાવ વધારો કરવા જઈ રહ્યું છે. આ આગાઉ પણ 2 વખત મોટા ભાવ વધારા કરવામાં આવ્યા હતા. આ નવા ભાવ આવતીકાલથી લાગુ પડશે કોરોના ના કપરા સમયમાં વેપાર ધંધો ખૂબ જ નબળો હતો. તો બીજી બાજુ લોકડાઉન ખુલ્યા પછી પેટ્રોલ અને ડીઝલના રોજ જતા ભાવ વધારાના કારણે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો..

અમુલ દૂધે 1 લીટર દધે 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. જેમાં શક્તિ, તાજા, અમુલ ગોલ્ડ દૂધ ની બાટલી માં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉના ભાવ વધારામાં પણ લીટરે 2 રૂપિયાનો વધારો જીંકવામાં આવ્યો હતો. એટલે કે દૂધની એક બાટલી પર ૧ રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાત દૂધ માર્કેટિંગ ફેડરેશને આ ભાવ વધારાને માન્યતા આપીને જાહેરાત કરી છે કે આ વધારો આવતીકાલથી લાગુ થશે. દૂધની દરેક બાટલીમાં ૪ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તેઓએ આ ભાવ વધારા પાછળ કારણ દર્શાવતાં જણાવ્યું છે કે… ઇનપુટ ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલા માટે દૂધનો ભાવ વધારો કરવો પડે તેમ હતું.

સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે ખેડૂતો ડેરીમાં જમા કરાવતા દૂધ માં પ્રતિ કિલો ફેટ પર 35 થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે છેલ્લા અમુક વર્ષો કરતાં પાંચ ટકા જેટલો વધારે છે. ગયા વર્ષની સરખામણી કરતા જ પશુઓના ખોરાકનો ખર્ચ 20% જેટલો વધી ગયો છે.

આ ભાવ વધારા ના સમાચાર મળતાની સાથે જ ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. ગૃહિણીઓ એકબીજા સાથે વાતો કરે છે કે આવો ને આવો ભાવ વધારો હજુ વધતો જશે તો આવનારા સમયમાં જીવન જીવવું મુશ્કેલ બની જશે. આ ભાવ વધારાને લઇને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

નવા ભાવ વધારામાં અમૂલ ગોલ્ડના નવા ભાવ 500MLની એક બાટલીના 31 રૂપિયા થયા છે. અમૂલ તાજાના નવા ભાવ 500MLની એક બાટલીના 25 રૂપિયા થયા છે. અમૂલ શક્તિના નવા ભાવ 500MLની એક બાટલીના 28 રૂપિયા થયા છે. આ ભાવ વધારાને લઈને મધ્યમ વર્ગના લોકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment