Breaking News

અમેરિકન કમાંએ કીર્તિદાનના સુર ઉપર મન મૂકીને ધૂમ મચાવી, વિદેશી કમાંની ઠાઠ માઠ જોઈને લોકોએ ડોલરોનો કર્યો વરસાદ.. જુવો વિડીયો..!

ગુજરાતમાં સૌ કોઈ લોકો ડાયરા અને સંતવાણીના ખૂબ જ શોખીન છે. એવામાં પણ જો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, દેવાયત ખવડ આ ઉપરાંત અન્ય ખૂબ જ ફેમસ કલાકારોના ડાયરા હોય તો લોકોની ભીડ સમાતી નથી. એટલી બધી ટ્રાફિક ઉમટી પડતી હોય છે કે જેની ન પૂછો વાત..

અત્યારે દરેક જગ્યાએ ઠેર ઠેર ડાયરાનું આયોજન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ડાયરા જગતના અનોખા રતન કોઠારીયા ધામના કમાની બોલબોલા ખુબ જ વધી ગઈ છે. કમાને આજે દુનિયાભરના સૌ કોઈ લોકો ઓળખવા લાગ્યા છે. ઉપરાંત જ્યાં જ્યાં ડાયરો હોય ત્યાં ત્યાં સૌ કોઈ લોકો કમાણી ડીમાંડો પણ કરતા હતા..

અને કમો માત્ર ઘડી બે ઘડી હાજરી આપે ત્યાં તો લોકોમાં આટલો બધો ઉત્સાહ જાગી જતો હતો કે, પૈસા તેમજ ડોલર ઉડાડવા લાગતા હતા. કમાને મળવા માટે લોકોના ટોળાના ટોળા એકઠા થઈ જતા હતા. કિર્તીદાન ગઢવીના ડાયરામાં કોઠારીયા ગામનો કમો ખૂબ જ ફેમસ થઈ ગયો હતો.

પરંતુ અત્યારે કોઠારીયાવાળા કમાંનું હમશકલ મળી આવ્યું છે. જેને સૌ કોઈ લોકો વિદેશી કમો કે અમેરિકન કમો કહીને બોલાવે છે. કિર્તીદાન ગઢવી અત્યારે કેનેડા અને અમેરિકામાં જુદી જુદી જગ્યા ઉપર ડાયરા ના કાર્યક્રમો કરી રહ્યા છે. અત્યારે કેનેડાના વિન્ડસર વિસ્તાર પાસે એક ભવ્ય ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ આયોજન જય સરદાર ગ્રુપ અને સીધી એન્ટરટેનમેન્ટ નામના ઓર્ગેનાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં કિર્તીદાન ગઢવીએ પહેલા તો પોતાના સુર તાલથી સૌ કોઈ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૌ કોઈ લોકો ખૂબ જ ખુશાલ થયા અને મન મૂકીને જુમી ઉઠ્યા હતા..

પરંતુ આ ડાયરામાં કિર્તીદાન ગઢવી એક સરપ્રાઈઝ પણ રાખી હતી. આ સરપ્રાઈઝ અનુસાર તેઓએ અચાનક જ આ કાર્યક્રમની વચ્ચોવચ અમેરિકન કમાને બોલાવી લીધો હતો. જ્યારે કમાન્યા એન્ટ્રી થાય ત્યારે લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકો કમા ઉપર તો ડોલરનો વરસાદ પણ કરી દીધો હતો..

આ ડાયરાનો નજારો ખૂબ જ ખાસ બની ગયો હતો. કારણ કે આ અમેરિકન કમો આપણા કોઠારીયાના કમા જેવો જ લાગતો હતો. આ કમો ખૂબ જ આકર્ષણનો કેન્દ્ર પણ બની ગયો હતો. કારણ કે તેણે લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડ્યું હતું. કમાને જોતાની સાથે જ સૌ કોઈ લોકો ભારે ઉત્સાહ અને ખુશીથી જુમી ઉઠ્યા હતા..

આ સાથે સાથે રૂપાળો રંગ રેલીયો ગીત ગાવા લાગ્યા અને આ વિદેશી અમેરિકન કમો કોઠારીયાના કમાની જેમ જ કિર્તીદાન ગઢવી ના સુર ઉપર ડિસ્કો કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે કોઠારીયાના કમાની જેમ જુકેગા નહીં પુષ્પાની સ્ટાઇલ પણ દેખાડી હતી. આ સ્ટાઇલ જોતા સૌ કોઈ લોકોમાં બૂમ કરી બેસ્યા હતા અને વન્સ મોરના નારા લગાવતા હતા..

લોકોને એટલી બધી મજા પડી ગઈ કે જેની ન પૂછો વાત.. આ કમાએ એક કલાક સુધી સૌ કોઈ લોકોને ખૂબ જ મોજ મજા કરાવી હતી. આ ડાયરાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ હાજર થયા હતા. આ કમો અમેરિકાનો છે. અને તેનું નામ સાગર પટેલ હોવાનું સામે આવ્યું છે.

સાગર પટેલ છેલ્લા કેટલાક વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓ મૂળ ગુજરાતના સુરત પાસે આવેલા બારડોલીના છે. તેઓ વધારે બોલી શકતા નથી. પરંતુ તેમનું શરીર અને તેમનું ચહેરો અસલ કોઠારીયાના કમા જેવો જ લાગે છે. તેઓ અમેરિકાથી સ્પેશિયલ કેનેડા કિર્તીદાન ગઢવી ના ડાયરામાં હાજરી આપીને સૌ કોઈ લોકોને જુમી ઉઠાવવા માટે આવ્યા હતા..

કમાની ફરમાઈશ આટલી બધી ફેમસ બની ગઈ છે કે, જે જગ્યાએ પણ ડાયરો હોય ત્યાં કમા.. કમાના નારા લાગી રહ્યા છે. કમો ગુજરાતના મોટા ભાગના શહેરમાં એન્ટ્રી આપી ચુક્યો છે, દરેક શહેરમાં કમાંને જોવા માટે ભારે ભીડ પણ ઉમટી પડતી હતી. આજે ગુજરાતમાં અણ સમજુ નાનકડા બાળકથી માંડીને મોટી ઉંમરના વડીલ દાદા-દાદી સહીત મોટા ભાગના લોકો કોઠારીયા વાળા કમાંના ફેન બની ગયા છે .

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *