છેલ્લા ઘણા સમયથી જૂનાગઢનો ડાલામથ્થો સાવજ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવી પહોંચ્યો હતો. સિંહ આવવાના સમાચાર સાંભળતાની સાથે જ કોઈ લોકોએ કામ વગર ખેતરમાં જવાનું ટાળ્યું હતું. તેમજ અન્ય કોઇ જગ્યાએ આંટાફેરા મારવા નું પણ બંધ કરી દીધું હતું..
તો બીજી બાજુ વન વિભાગે પણ જાહેરાત કરી દીધી હતી કે આ વિસ્તારોમાં સિંહ રખડતો હોવાને કારણે કોઈપણ વ્યક્તિએ સિંહ સામે આવી જવા પર ભાગો નહીં અને સિંહના ચેન ચાળા કરવા નહીં. છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી સિંહ દેખાતો બંધ થઈ ગયો હતો..
એટલા માટે સૌ કોઈ લોકોને લાગ્યું કે સીહ અહીંયાંથી ચાલ્યો ગયો છે. હકીકતમાં સિંહ ભાવનગર જિલ્લાથી આગળ વધીને અમદાવાદ જિલ્લાના બાળિયારી ગામમાં જોવા મળ્યો હતો. વળી સિંહ દેખાતાની સાથે જ ભાવનગરના વન વિભાગે અમદાવાદના વનવિભાગને જાણ કરીને કહ્યું હતું…
સિંહ ના પગમાં પહેલેથી જ જીપીએસ રેડિયો કોલર શહેર આવેલું છે. એટલા માટે સિંહ કઈ કઈ જગ્યા પર ફરી રહ્યો છે. તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સૌથી છેલ્લે સિંહનું લોકેશન બાવળીયારી આસપાસ નોંધાયું હતું. આ લોકેશન દેખાતા ની સાથે જ વનવિભાગે બાવળીયારીના સૌ કોઈ લોકોને આ સિંહથી દૂર રહેવા માટે…
અને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવા માટે અપીલ કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં સિંહનો વ્યાપ ધીમે ધીમે વધવા લાગ્યો છે. અવારનવાર સિંહો ગામડાના વિસ્તારોમાં લટાર મારતા દેખાય છે. આ છેલ્લા ઘણા સમયથીએ વિસ્તારમાં રખડી રહ્યો છે છતાં પણ તેને જંગલખાતું પકડીને ફરી એકવાર જંગલમાં મૂકવા માટે મજબૂર બન્યું નથી…
ખબર નહીં તેવો કઈ મુશ્કેલીઓની રાહ જોઈ રહ્યા છે. હવે આ સિંહ અમદાવાદથી માત્ર 140 કિલોમીટર જ દૂર રહ્યો છે. આ સિંહ ભાવનગર જિલ્લામાં સૌથી છેલ્લે વેળાવદર નેશનલ કાળિયાર અભયારણ્ય પર દેખાયો હતો. રોજની સિંહની લટાર પરથી લાગી રહ્યું છે કે સિંહ હવે આજ વિસ્તારને પોતાનું ઘર માની રહ્યો હોય…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]