Breaking News

અમદાવાદમાં બારે મેઘ ખાંગા, એક જ રાતમાં 18 ઇંચ વરસાદથી આખું શહેર બેટમાં ફેરવાયું, મકાનો અને ગાડી રમકડાની જેમ તરતા થયા..!

હવામાન વિભાગની અતિ ભારે આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. આ અષાઢી આફતને કારણે અમદાવાદને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. રવિવારે સવારથી જ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સોમવારે સવારના સમય સુધી વરસાદ વરસ્યો છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ વરસવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે..

વાસણા, એલિસ બ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ અને પાલડીમાં છાતી સમાણા પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારેથી અતિભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અતિભારે ગાજવીજ વરસાદને કારણે અમદાવાદના તંત્રએ શાળા અને કોલેજોમાં પણ જાહેર રજા જાહેર કરી દીધી છે. અમદાવાદમાં આભ ફાટવાના કારણે પાલડી, વાસણા અને એલિસબ્રીજ વિસ્તારની અંદર કુલ 18 ઇંચ વરસાદ વરસ્યો છે..

આવો તબાહી મચાવનારો વરસાદ પડવાથી શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો કેટલાય લોકોના ઘર ધારાશાયી થયા છે. અને તળાવની પાળીઓ તૂટી જવાને કારણે પાણી શહેરની અંદર ઘૂસી ગયું છે. કેટલા લોકોના ઘરના પહેલા માળ સુધી પાણી પહોંચવા આવ્યા છે. અતિ ભારે વરસાદને પગલે જાહેર જીવન ખોરવાઈ ગયું છે.

અમદાવાદમાં એલિસ બ્રિજ, વાસણા અને પાલડી વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. વાડજ, ઇન્કમટેક્સ અને આશ્રમ રોડ વિસ્તારની અંદર 14 ઇંચ, જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. અતિ ભારે વરસાદને કારણે પ્રહલાદ નગર રોડ ઉપર ઓડા તળાવની પાળી તૂટવાથી ત્યાં પાસે આવેલા વ્રજ વિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તળાવનું પાણી ઘૂસી ગયું છે અને પાર્કિંગમાં રહેલી તમામ કારો ડૂબી ગઈ છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેઝમેન્ટમાં ઘુસેલા પાણીની અંદર કાર એવી રીતે તરી રહી છે કે, જાણે રમકડાની કાર પાણીમાં તરતી હોય આ ઉપરાંત ઉસ્માનપુરા, અખબાર નગર અને શાહીબાગ અંડર બ્રિજમાં પણ બે ફૂટથી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાતા ત્રણે ત્રણ અંડર બ્રિજોને બંધ કરવાની ફરજ પડી હતી..

ત્યારે મોડી રાત્રે ફરી એક વખત ભારે વરસાદ શરૂ થતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. અને લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. તો બીજી બાજુ દિવાસ એપાર્ટમેન્ટમાં પણ વરસાદને કારણે સમગ્ર ગ્રાઉન્ડ પર પાણીમાં ગરકાવ થયું છે. નીચેના માળે રહેતા તમામ લોકોને પોતાનું ઘર અને ઘરવખરીનો તમામ છોડીને બીજા ઘરમાં રહેવા જવાની ફરજ પડી છે.

તેમનો તમામ સામાન પલળી ગયો છે. અને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગઈકાલે રાત્રિના સમયથી જ ભારે વરસાદને કારણે જાહેરમાં લાઈટ જતી રહી છે. અને હજી સુધી પણ લાઈટ આવી નથી. છેલ્લા 12 કલાકથી આ તમામ ફ્લેટોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે. જેને કારણે રહીશોને ભારે હાલાકી ભોગવી પડી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ તેઓની પાસે મર્યાદિત જથ્થામાં પીવાનું પાણી અને ખાવાનો સામાન છે. જો ઝડપથી પાણીનો નિકાલ નહીં રહે તો ખૂબ અઘરી પરિસ્થિતિમાં મુકાઈ જશે મકાનોની અંદર પાણી ઘુસી જતા લોકો આખી રાત જજુમી રહ્યા હતા. તેમજ રસ્તાના પાણી પરથી પણ લોકો ભારે અટવાયા હતા. આ સાથે સાથે સોસાયટીમાં પાણી ભરાતા તમામ ગાડીઓ અને પહેલા માળના મકાનો ડૂબી ગયા છે..

આવા વિનાશક વરસાદને પગલે અમદાવાદના તંત્રએ શાળા અને કોલેજોમાં રજા રાખી દેવામાં આવી છે. અમદાવાદમાં માત્ર ત્રણ દિવસની અંદર જ 45% જેટલો સિઝનનો વરસાદ વરસી ગયો છે. એટલે કે આજ દિન સુધી અમદાવાદમાં આવો ભારે વરસાદ ક્યારે પણ નોંધાયો નથી. પહેલી વખત આવો અતિ ભારે વરસાદ નોંધાતાની સાથે અમદાવાદીઓ પાણીમાં તરબોળ થયા છે..

જેમાં સૌથી વધારે વરસાદ પાલડી, બોડકદેવ, ઉસ્માનપુરામાં પડ્યો છે. જ્યારે મહત્તમપુરા, જોધપુર, બોપલ, ગોતા, સરખેજ, જમાલપુર, વટાવા ,રાણીપ, સાયન્સ સીટી અને મણીનગરમાં પણ અંદાજે આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને બદલે તમામ વાહન વ્યવહાર ઠપ થયો હતો ત્યારે બીઆરટીએસ રૂટોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા..

મ્યુનિસિપલ કમિશનરે પણ ભારે વરસાદને બદલે એક બેઠક બોલાવી હતી અને કંટ્રોલ રૂમને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીએ પણ અતિ ભારે વરસાદને કારણે તેમજ આવનારી આગાહીઓને પગલે ઈમરજન્સી બેઠક બોલાવી લીધી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અને હજી પણ આવનારા ચાર દિવસ સુધી ભારતીય વિનાશક પૂરો આવી જાય તેવો વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે. જેને પગલે રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.