એમ્બ્યુલન્સ સમજીને બધા સાઈડ આપતા રહ્યા અને અંતે પોલીસે અટકાવીને તપાસ ચલાવી તો મળ્યું એવું કે જોતા જ ભલભલાના કાળજા હચમચી ગયા…!

હવેના સમયમાં તો જે જગ્યાએ મગજ વાપરીને પૈસા કમાય પરિવારજનોને મદદરૂપ થવાનું હોય તે જગ્યાએ લોકો ઉલટા મગજ દોડાવવા લાગ્યા છે. એને કેવી રીતે એકબીજાનું ઝડપી શકાય અને ઓછા સમયમાં વધારે પૈસા કમાઈને પૈસા વાળા માણસ બની શકાય તેવી ભાવનાઓ મનમાં લલચાવવા લાગી છે..

જે વ્યક્તિ ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કરે છે. તેને ભગવાન ઘણું બધું આપે છે. અને હંમેશા સાથ સહકાર આપી દુઃખની ઘડીમાં પણ તેની સાથે ઊભા રહે છે. પરંતુ જે લોકોના મનમાં હંમેશા ખોટું કરવાની દાનત હોય છે. તેઓને ભગવાન ક્યારેય સહકાર આપતા નથી..

અને તે એકને એક દિવસે તેમની કાળી કરતુતોનો ભાંડો જરૂર ફૂટી જતો હોય છે. અત્યારે મધ્યપ્રદેશના બરવાની પાસેથી એમ્બ્યુલન્સની અંદર એક એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, તેને જોતાની સાથે જ ભલભલા લોકોના જીવ થરથરવા લાગ્યા હતા. ઠીકડી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, એમ્બ્યુલન્સના વાહનની અંદર ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવી રહી છે.

આ બાતમીના આધારે પોલીસે તપાસ ચલાવી હતી અને જાણકારી મેળવી લીધી હતી કે, મુંબઈ આગરા હાઇવે ઉપર ટીકડી બાયપાસ પાસેથી એક એમ્બ્યુલન્સ પસાર થવા જઈ રહી છે. પોલીસે આ એમ્બ્યુલન્સ ઉપર વોચ ગોઠવીને તેને પકડી પાડી હતી. હાઇવે પરના સૌ કોઈ લોકો એમ્બ્યુલન્સનું સાઇરન સાંભળીને આ એમ્બ્યુલન્સને સાઇડ આપતા ગયા..

અને આ એમ્બ્યુલન્સ ફૂલ ઝડપે આગળ વધતી હતી. દેશના નિયમ અને માનવતા ખાતર સૌ કોઈ લોકો એમ્બ્યુલન્સને સાઇડ આપી દે છે. કારણ કે એમ્બ્યુલન્સમાં જીવના જોખમે સારવાર લેવા માટે જતા વ્યક્તિને લઈ જવામાં આવતો હોય છે. એટલા માટે સૌ કોઈ લોકોએ તેને સાઈડ આપી દીધી પરંતુ પોલીસે તેની પાછળ પાછળ ગાડી દોડાવીને આ એમ્બ્યુલન્સની ઉભી રખાવી હતી.

શરૂઆતમાં તો આસપાસના સૌ કોઈ લોકોને લાગ્યું કે, આખરે પોલીસે શા માટે એમ્બ્યુલન્સને ઉભી રાખી હશે. કદાચ એમ્બ્યુલન્સમાં રહેલ વ્યક્તિને ઈમરજન્સી હશે તો ખૂબ જ મોટી મુશ્કેલી ઉભી થઇ જશે. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સને પાછળનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેની અંદર તપાસ ચલાવામાં આવી તો અંદરથી કુલ 160 લીટર કાચો દારૂ ડ્રમમાં ભરીને લઈ જતા હોવાની માહિતી સામે આવી ગઈ હતી..

આ ઉપરાંત એમ્બ્યુલન્સમાંથી ડ્રમ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સની અંદર લીલા કલરની લાઈટ શરૂને શરૂ રાખવામાં આવી હતી. જેથી કરીને અન્ય વ્યક્તિઓને લાગે કે અંદર પ્રાથમિક સારવાર ચાલી રહી છે. પરંતુ અંદર ડ્રમમાં ભરેલો કાચો દારૂ બહાર કાઢીને તેને નાશ કરવામાં આવ્યો હતો..

આ દારૂને તેઓ ડ્રમમાં ભરીને ઇન્દોર તરફ લઈ જતા હતા. આ દારૂની કુલ કિંમત 8000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેમજ એમ્બ્યુલન્સ માંથી 40 વર્ષનો વિક્રમભાઈ તેમજ 23 વર્ષના વિજય કે જે બંને માલવી નગરના રહેવાસી છે. આ બંનેને પકડી પાડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે..

આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને દારૂનો તમામ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, નેશનલ હાઈવે ઉપર દારૂની દુકાનો ખુલવા લાગી છે. જેને લઇ લોકો પોતાના વાહન થોભાવીને અહીં દારૂ ઢીંચે છે. અને ત્યારબાદ વાહનો ચલાવી કેટલાય અકસ્માતો પણ બની જતા હોય છે..

તેઓએ અપીલ કરી છે કે, સરકારી નેશનલ હાઈવે ઉપર રહેલી દારૂની તમામ દુકાનોને બંધ કરાવી જોઈએ. આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહીઓ પણ હાથ ધરવી જોઈએ હાલ આ બનાવને લઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા કે, આખરે આ તે કેવો ભેજાબાજ વ્યક્તિ છે કે તેણે લોકોની સ્વાસ્થ્યની સેવા માટે બનાવેલી એમ્બ્યુલન્સને પણ બાકી મૂકી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment