જાણો શું છે અંબાલાલની મોટી આગાહી : ગુજરાતમાં વરસાદ પોતાની મનમાની દર્શાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ બાબતે કહ્યું કે 12થી 15 તારીખ વચ્ચે બંગાળની ખડી ઉપર હવાનુ મીડીયમ પ્રેશર સર્જાશે તેમજ સાથો સાથ અરબી સમુદ્રમાં પણ હળવું પ્રેશર સર્જાશે. આના લીધે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધારે રેહશે તેમજ દક્ષીણ ગુજરાતમાં વરસાદ નહિવત વરસશે.
18 તારીખથી 24 તારીખ સુધી સારો વરસાદ થશે જેમાં 21થી 23 અને 25થી 28 એમ બે આંતરામાં વરસાદ ખાબકશે. આ સાથે જ અંબાલાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તો વરસાદ ભૂકા બોલાવી દેશે. અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જશે.
ઓગસ્ટ મહિનામાં વરસાદની વધઘટો : આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી એટલા માટે ખેડતોને પાક નિષ્ફળ જવાનો ભય લાગી રહ્યો છે. માત્ર સરેરાશ 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ મહિનામાં તો હવામાન વિભાગે પણ કોઈપણ આગાહી આપી નથી. જયારે હવામાન નિષ્ણાત અંબાલાલએ આપી છે.
શ્રાવણમા નવી વરસાદી સીસ્ટમ સક્રિય થશે : ઓગસ્ટ મહિનામાં કોઈપણ આગાહી ન આપ્યા બાદ હવામાન ખાતા એ જણાવ્યું હતું કે ખેડૂતો ચિંતા કરવાનું છોડી દો કેમ કે શ્રાવણ માસના મધ્યમાં વરસાદી સીસ્ટમ બન્યા બાદ સક્રિય થશે. હાલ તો વગર વરસાદે ખેડૂતોએ પાકને માંડ માંડ ઉછેર્યા છે હવે કોઈપણ કુદરતી હોનારત તેમના તઃયેલા પાકને બગાડે નહી એવી ચિંતા તેઓને સતાવે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!