હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યમાં ચારે કોર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ પડવાના ચાલુ છે. જે વિસ્તારો વરસાદથી ભીંજાયા નોહતા તે વિસ્તારોમાં પણ હવે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોઈ તેવો વરસાદ ખાબક્યો છે. જયારે અમુક વિસ્તારોમાં આવનારા 2 દિવસમાં જ સારો વરસાદ ખાબકવાની આગાહી આપી દેવામાં આવી છે.
આ પેહલા સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવા લાગ્યો છે. તેમજ આજે મેઘરાજા મધ્ય ગુજરાતના જીલ્લાઓ અને સૌરાષ્ટ્રના જીલ્લાઓનો વારો લઈ લેશે તેવી આગાહી આપી છે. હાલ આદ્રા નક્ષત્ર બેસી ગયું છે એટલા માટે ચારે કોર મેઘ મહેર જોવા મળી છે.
પરતું અંબાલાલ પટેલે એક ખુબ જ મહત્વની આગાહી કરતા જણાવી દીધું છે આદ્રા નક્ષત્ર પૂરું થતા જ વરસાદ લાંબો બ્રેક લેવા જઈ રહ્યો છે. તેઓએ આગાહી આપતા જણાવ્યું છે કે વરસાદ ઓગસ્ટ મહિનાના અંતથી ઓછો થવા લાગશે તેમજ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સંપૂર્ણ બ્રેક લેશે ત્યાર બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ થશે શરુ.
અંબાલાલે ખેડૂતોને તાત્કાલિક ધોરણે આદ્રા નક્ષત્રમાં વાવણી શરૂ કરી દે તેવી આગાહી આપી છે. કારણ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ વાવાઝોડાની અસર શરૂ થવા લાગી હતી. અને ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો હતો.
એટલા માટે ખેડૂતોએ આદ્રા નક્ષત્રમાં વાવણી કરી દેવી જોઈએ તેવી સલાહ અંબાલાલ પટેલે આપી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે, વરસાદનું મેન પોઇન્ટ આદ્રા નક્ષત્રમાં રહેલો છે. જો આદ્રા નક્ષત્રમાં વાવણી થશે તો ખેડૂતો માટે પાક ખુબ સારો થશે. 22 જૂનના રોજથી આદ્રા નક્ષત્ર બેસી ગયું છે. આ નક્ષત્રની અંદર દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો થશે..
જેમકે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થતાં ગામડાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ દેખાશે. ઓગસ્ટ મહિનાના અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ધમધોકાર વરસાદ વરસવા જઈ રહ્યો છે. તેમજ અમરેલી અને ગીરમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલે વરસાદનો ચિતાર આપતા જણાવ્યું છે કે, આદ્રા નક્ષત્રની અંદર દરેક તાલુકામાં ધીમીધારે વરસાદ વરસશે. જે વાવણી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જુલાઈ મહિનાની શરૂઆત થતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, અને હિંમતનગરમાં ગાજવીજ સાથે મેઘરાજાની શક્યતા રહેલી છે.
તેમજ દક્ષિણ ગુજરાતના છૂટા-છવાયા ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ સુધી મેઘરાજા બંધ થવાનું નામ નહિ લે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી દીધી છે. ગઈકાલે ગુજરાતના કુલ ૮૭ તાલુકામાં ભારતીય અતિભારે વરસાદ વરસ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]