ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે શહેરોમાં રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ સારો નોંધાયો હતો.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે આગામી 10 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદ રાજ્યમાં 10 જુલાઈ સુધીમાં જુનાગઢ, સુરત, ડાંગ, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. 11 જુલાઈએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. હાલમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ રહેશે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. તેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા, વેરાવળમાં સારો વરસાદ રહેશે. હાલમાં પણ જુનાગઢ જિલ્લામાં નરસિંહ મહેતા સરોવર આવેલું છે. જૂનાગઢમાં એકસાથે 12 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે સરોવર છલકાય ગયા છે.
સાત દિવસથી સતત વરસાદને કારણે નદી, નાળા, ડેમ, તળાવો છલકાઈ ગયા છે. જૂનાગઢનો આણંદપુર ડેમ પણ છલકાઈ ગયો છે. નરસિંહ મહેતા સરોવર પણ છલકાઈ ગયું છે. ગિરનાર અને દાતારના જંગલમાં ભારે વરસાદ રહેતા નરસિંહ મહેતા સરોવરમાં નવા નીર આવતા સરોવર છલકાય ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ વરસી રહ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અરે ભારે વરસાદને કારણે વૃક્ષો પણ રસ્તા પર ધરાશાહી થઈ ગયા છે તેને કારણે લોકોને આવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે વૃક્ષ પડવાની કારણે પણ થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે.
તો અમુક વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદની કારણે લોકોને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં નદી વહેતી હોય તેવો માહોલ સર્જાઈ ગયું છે. તેને કારણે ઘણા બધા ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે. આમ જરૂર કરતાં વધુ વરસાદ પડતા ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
અમુક વિસ્તારોમાં વરસાદ મધ્યમ પડતા આ જિલ્લાઓમાં ખેડૂતોને વરસાદની રાહ જોઈ રહ્યા છે. સુત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં અનાધાર વરસાદ વરસવાની કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. કચ્છ જિલ્લામાં પણ આગામી પાંચ દિવસમાં ખૂબ જ સારા વરસાદ વરસવાના એંધાણો હવામાન શાસ્ત્રીઓએ આપ્યા છે.
આમ, 10 જુલાઈ સુધીમાં દ્વારકા, પોરબંદરમાં વરસાદની ભારે આગાહી થઈ હતી. ભારે વરસાદની આગાહી રહી છે. આ જિલ્લાઓમાં 5 ઇંચ વરસાદ વરસી જશે. આમ, ગુજરાતમાં એકંદરે ચોમાસુ ખૂબ જ સારું રહ્યું છે. ગુજરાતમાં ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે.
રાજ્યમાં આગામી વરસાદની આગાહીને લઈને સરકારે દરેક જિલ્લાઓમાં NDRFની ટીમોને ડિપ્લોય કરવા માટે સૂચના આપી દીધી હતી. ગુજરાતના ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત, રાજકોટ, ભાવનગર અને કચ્છ સહિત દરેક જિલ્લાઓમાં NDRFની ટીમોને મોકલી દેવામાં આવી હતી. કારણ કે આગામી હવામાન વિભાગની આગાહી મુજબ અતિ ભારે વરસાદ વરસવાની આશંકાઓ છે.
કારણ કે પશ્ચિમ બંગાળમાંથી લો પ્રેસર સિસ્ટમની સક્રિયતાને કારણે દરેક વિસ્તારોમાં ખૂબ જ જાળબંબાકાર વરસાદ વરસવાની આગાહી છે. તે માટે લોકોની સહાયતા માટે NDRFની ટીમોને સતત કરી દેવામાં આવી છે. રાજ્યના ખેડૂતો પણ વરસાદને લઈને ખૂબ ખૂશ જોવા મળી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]