Breaking News

અંબાલાલ પટેલની માવઠા અંગે અતિભારે આગાહી, આ તારીખે માવઠાઓ તાંડવ સ્વરૂપ ધારણ કરીને ત્રાટકશે.. વાંચી લેજો..!

હજુ થોડા દિવસ પહેલા જ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વરસાદી માવઠાઓ અને તોફાની પવન નીકળવાની આશંકાઓ રહેલી છે. એ મુજબ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાઓ એ ભારે સ્વરૂપ દેખાડયુ હતુ.

એ આગાહીના પગલે ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠાઓ વરસ્યા હતા અને હવે ફરી પાછી ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 27 અને 28 તારીખે માવઠા વરસ્યા બાદ વાદળો ધીમે ધીમે હટવા લાગ્યા છે. અને વાતાવરણ ફરી પાછું સુકું બની જતા ઠંડીનો દોર ધીમે ધીમે શરુ થશે.

તેમજ જાન્યુઆરી મહિનો શરુ થતા જ ફરીવાર પિૃમીના વિક્ષેપની અસર શરુ થતા જ વરસાદી સીસ્ટમ સક્રિય થશે અને માવઠાઓ વરસશે. કડક્ડતી હાડ થીજાવે તેવી ઠંડીમાં જ માવઠાઓ સહન કરવા પડશે. તેમજ આ માવઠાઓની વધારે અસર ગુજરાતના ઉત્તર તેમજ મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં દેખાશે…

આ ઉપરાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગ્રહોનું રાશિ પરિવર્તન તેમજ નક્ષત્રના નાડી યોગોને કારણે પૃથ્વી તત્વ રાશીમાં પ્રવેશી ગઈ છે. તેથી આ રાશીમાં હવામાનમાં અચાનક પલટો આવી જતો દેખાશે. સવારે હાડ થીજાવે તેવી ઠંડી હશે તો બપોરે વાદળાઓ ખેંચાઈને આવશે અને ધડબડાતી બોલાવી દેશે.

તેમજ દક્ષીણ ગુજરાતમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાતમાં માવઠાઓ વરસતા જ દક્ષીણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીના તાપમાનમાં અચાનક જ ઘટાડો નોંધાતા ઠંડીની વ્યાપક અસર દેખાઈ રહી છે. આ સાથે જ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કશ્મીરમાં બરફ વર્ષા થતા જ સમગ્ર દેશમાં શીત લહેર છવાઈ ગઈ છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાઓ ઉત્તર ગુજરાતના પાટણ,ડીસા, અરવલ્લી,કડી, તેમજ મહેસાણામાં વરસવાનું શરુ કરી દેશે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ માવઠાઓ વરસશે. કારણ કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક બાજુ  પિૃમીના વિક્ષેપની અસર શરુ થશે તો બીજી બાજુ અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં હવાનુ દબાણ ઉભું થવાથી માવઠાની સ્થિતિ સર્જાશે.

મધ્ય ગુજરાતના વડોદરાની સાથે સાથે અમદાવાદ અને આણંદમાં પણ વરસાદની ભારે શક્યતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આ અસરો શરુ થાય છે તેથી તેની અસર 16 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી દરમિયાન દેખાશે,, આ આગાહી આવતા જ ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે.

કારણકે આ વર્ષે અનિયમિત વરસાદના કારણે જે વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યાં ભુક્કા બોલાવી દીધા છે અને જે જગ્યા પર નથી વરસ્યો ત્યાં ઠામુકા છાંટા પણ નથી આવ્યા. એટલે પાકમાં ખુબ જ નિષ્ફળતા નીવડી છે. અને હવે આ એક પછી એક વાવાઝોડા અને માવઠાઓ પાકમાં નુકસાન પહોચાડવા માટે આવી પહોચે છે..

તો આમાં બિચારા ખેડૂત મિત્રોને નુકસાની સહન કરવાનો વારો આવે છે. આપડે આશા રાખીએ કે માવઠાઓ ન આવે અને ખેતીમાં કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય.  તેમજ શાકભાજી અને બાગાયતી પાકોમાં વધારે પડતી તેમજ મોટા નુકસાન ભરી અસર થાય છે. કપાસ અને દિવેલાના પાકમાં ખાખરીપણું આવી જવાની શક્યતા રહે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *