Breaking News

અંબાલાલની આગાહી : આ તારીખથી તડકો અગનગોળા માફક પડશે, ત્યારબાદ વાવાઝોડા અને માવઠા કહેર મચાવશે.. વાંચો..!

ગુજરાતનું વાતાવરણ દિવસેને દિવસે ઉનાળામય બનતું જાય છે. કારણ કે શિયાળાની કાતિલ ઠંડી હવે ધીમે ધીમે નબળી પડતાં જ ગરમીએ માથું ઊંચકી લીધું છે. આ ઉપરાંત ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં જ તડકો ફાટી નીકળશે.

એકાએક જ વાતાવરણમાં તડકાનું પ્રમાણ વધી જતાં લોકોને ગરમીની હાલાકી સહન કરવી પડશે. આ ઉપરાંત તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડવાની આગાહી રહેલી છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી જશે…

જેના પગલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા ઉત્પન્ન થશે. અને દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં વાદળો બંધાય અને કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીની સાથે સાથે વાદળછાયુ માવઠું વરસવાની શક્યતા છે. તેમજ દરિયામાં ઉંચા મોજા ઉછળવાની પણ આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા પણ ૨૫ થી ૩૦ ડિગ્રી તાપમાન સાથે ઉકળતા તાપમાં બળી રહ્યું છે. તો કંડલા અને અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો ૩૪ થી ૩૭ ડિગ્રીએ પહોંચી ગયો છે.

જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયુ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું નથી. પરંતુ સામાન્ય રીતે 30 થી ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેના પગલે ઉત્તર ગુજરાતમાં રેતીના તફાન આવવાની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆત થતાં ગુજરાતમાં ધીમે ધીમે ગરમી તે જ થતી જશે. અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી સંભાવનાઓ છે. તેમજ એપ્રિલ મહિનામાં પવન ધીમો પડશે. અને ચોમાસાની અસર ધીમે ધીમે શરૂ થઈ જશે જેના પગલે ઉનાળા પાકને નુકસાન થવાની શક્યતાઓ રહેશે..

કારણ કે એપ્રિલ મહિનામાં આવતો વરસાદ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં માવઠા ની શક્યતાઓ પણ રહેલી છે. આ માવઠાની મોટા પ્રમાણમાં અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેમજ દક્ષીણ ગુજરાતન દરિયા કિનારાના વિસ્તારોમાં દેખાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *