Breaking News

અંબાલાલની મોટી આગાહી, હવે અમદાવાદીઓ કડાકા ધડાકાવાળા વરસાદ માટે તૈયાર રેહજો, આ તારીખે વરસાદ બોલાવશે ભુક્કા..!

ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદની સાથે સાથે મેઘરાજાએ વરસાદ વરસાવીને ચોમાસાનો પગપેસારાના સંકેતો આપી દીધા છે. તો બીજી બાજુ મુંબઈમાં પણ કડાકા ધડાકા સાથે અતિશય ભારે વરસાદ વરસ્યો હતો. એટલે કે કહી શકાય કે આવનારા બે થી ત્રણ દિવસની અંદર અંદર જ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા વરસાદ વરસાવવા જઈ રહ્યા છે..

ગઈકાલે જૂનાગઢના ગિરનાર પંથકમાં તેમજ રાજકોટના ગોંડલ પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે કેટલીક નદીઓમાં પાણી પણ વહેવા લાગ્યું છે. તો કેટલાક પંથકના ખેતરોમાંથી પાણી પણ બહાર નીકળી ગયા છે. એવામાં ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવી દીધું છે કે, આવનારા બે થી ત્રણ દિવસની અંદર અંદર અમદાવાદ ભારે વરસાદનો સામનો કરવા માટે તૈયાર થઈ જજો…

કારણકે મેઘરાજા અમદાવાદની અંદર કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસાવીને ચોમાસાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અને હવે વડોદરા તેમજ ભરૂચ, નર્મદા બાદ અમદાવાદમાં વરસાદ વરસવા જઈ રહ્યો છે..

વરસાદ આવતા પહેલા લોકોને અતિશય બફારાનો સામનો કરવો પડ્યો છે. કારણકે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અને વાતાવરણ વાદળછાયુ બની ગયું હોવાથી ગરમીનો વ્યાપ અતિશય વધી ગયો છે. જેના કારણે તાપમાન ૪૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું નોંધનીય છે કે અમદાવાદના વાતાવરણમાં પલટો નોંધાતા ની સાથે જ એસ.જી.હાઈવે, ઘાટલોડિયા તેમજ રાણીપ વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડયા હતા.

આવનારા ૨૪ કલાકની અંદર અંદર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. દરિયાની સપાટી ઉપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન જવાને કારણે અરબી સમુદ્રમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આવનારા તમામ દિવસોમાં વરસાદની ગતિવિધિઓ ઉપર રાજ્યના તમામ ખેડૂતોની નજર રેહશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *