Breaking News

અંબાલાલ ના મતે શું ગુજરાતમાં દુકાળ પડશે? જાણો વરસાદ પડશે કે નહી..!

ગુજરાતમાં ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે વરસાદ તાગડ ધીનના કરી રહ્યો હોય એવુ લાગી રહ્યું છે.આ મહિનામાં વરસાદ એક પણ વાર ડોકિયું કાઢવા પણ આવ્યો નથી ત્યારે ગુજરાતના ખેડૂત મિત્રો ચિંતિત છે કેમકે તેઓને પાક નિષ્ફળ જવાનો ભય સતાવે છે. હજુ પણ વરસાદ લાંબડ કરશે તો ચોમાસું પાક નિષ્ફળ થવાના જોખમ વધતા જશે.

વરસાદ અંગે અંબાલાલનો મંતવ્ય : ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ જો ગુજરાતમાં આ અઠવાડિયામા વરસાદ ન આવ્યો તો દુકાળ પડવાની પણ સ્થિતિ સર્જાય શકે છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં 25 ઓગસ્ટ બાદ સીસ્ટમ સક્રિય થશે. અને ત્યાર બાદ વરસાદ મન મૂકીને વરસશે. હવે આ આગાહી કેટલી સાચી પડે છે એ તો સમય જ બતાવશે.

વાવણી બાદ વરસાદની ગેરહાજરી થતા દુકાળ જેવી સ્થિતિ : શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે પરતું મેઘરાજાના આગમનની વાટે બેઠેલા ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે. ઘણા જીલ્લાઓના ખેડૂતોએ વાવેલા કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકો વાવણી પછી ઓછા વરસાદને કારણે નજર સામે ઉભા ઉભા સુકાઈ રહ્યા છે. જો હજી પણ વરસાદ નહી આવે તો જગતનો તાત ચિંતામાં મુકાઈ જશે.

નાના-નાના માવઠા આવતા બે વખત વાવેતર કરવું પડ્યુ : ખુબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા ખેતરમાં વાવેલા પાકને પૂરતા પાણીનું પોષણ ન મળી રહેતા મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાની થઈ હતી. અમુક જગ્યાઓએ નજીવો વરસાદ આવ્યા બાદ પછી સરખો વરસાદ ન આવતા ખેડૂતોના કપાસિયા અને બિયારણ ફેલ થયા હતા જેથી તેઓ બીજીવાર વાવણી કરવા માટે મજબુર બન્યા હતા.

રાજ્યના જળાશાયો કોરા-કપાટ : રાજ્યમાં સરેરાશ વરસાદનું પ્રમાણ ઓછું છે જેથી દરેક જળાશયોમાં પાણીની આવક જ નથી. પાણીની નવી આવક ન થતા જળાશયો સુકાવા લાગ્યા છે. વરસાદે વિલંબ કરતા રાજ્યના અડધાથી વધુ જળાશયોમાં ૬૦ ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. કુલ ૨૦૬ ડેમમાંથી માત્ર 5 જ ડેમ પૂરે પુરા ભરેલા છે. જયારે 80 જેટલા ડેમોમાં 20 ટકા જેટલું જ પાણી બાકી રહ્યું છે.

વરસાદ ખેંચાતાં ગુજરાતનાં અડધાથી વધુ જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. રાજ્યમાં આવેલા 206 નાના-મોટા ડેમમાંથી માત્ર પાંચ ડેમ જ 100 ટકા ભરાયા છે, જ્યારે 80 જેટલા ડેમમાં 20 ટકાથી ઓછું પાણી જ બાકી રહ્યું છે.  તેમજ 49 ડેમોમાં માત્ર ને માત્ર 10 ટકા જેટલું જ પાણી છે.

દુષ્કાળ પડશે? : આ વર્ષે વરસાદ ન વરસતા દુષ્કાળ પડશે એ બાબત સૌ કોઈના મનમાં ચાલી રહી છે. કેમ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજ્યના ૫૦ ટકા કરતા વધારે ડેમ ભરેલા હતા જયારે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો થતા નવા પાણીની આવક ઓછી છે એટલે રાજ્યના મોટા ભાગના ડેમો ખાલી છે. જો ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ નહી આવે અને ડેમો નહી ભરાઈ તો લોકોને ઉનાળામાં દુષ્કાળનો સામનો કરવો પડશે.

ડાંગરમાં નુકસાન , કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં સુકાપણુ : ખેડૂતોની આવકનો મોટા ભાગનો આધાર કુદરતની કરામતો પર છે જેવીકે વરસાદ. તેમજ પાકમાં આવતા રોગો અને સડા પર છે. આ વર્ષે વરસાદ ઓછો થવાના લીધે ખેડૂતો વાવણી બાબતે તો પરેશાન છે જ પરતું જે ખેડૂતોએ પાક ઉભો કરી દીધો છે એ લોકોને પાકમાં આવતા નત-નવીન રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગરમાં વધારે પાણીની જરૂર સર્જાતા ખેડૂતોના પાક બળવા લાગ્યા છે. કપાસમાં ગુલાબી ઈયળએ હેરાન પરેશાન કરી દીધા છે તેમજ મગફળીમાં પણ જીવાત લાગી જતા સુકાઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઉધારે આપેલા રૂપિયા પાછા માંગવા જતા સગા ભાઈએ માથામાં કુહાડીના ઘા ઝીંક્યા, અંતે તો થયું એવું કે ભલભલાના કાળજા ધમધમી ગયા..!

ગમે તેટલો વિશ્વાસ હોય છતાં પણ અત્યારે કેટલાક લોકો પોતાના નજીકના વ્યક્તિઓ ઉપર પણ મન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *