Breaking News

અંબાલાલે આપી ગરમીની મોટી આગાહી, આ તારીખથી પડશે બળબળતો તાપ, તાપમાન રેકોર્ડ સપાટીએ ચાલ્યું જવાની આગાહી..!

ગુજરાતમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી ગયું છે. જ્યારે દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે બપોરે બળબળતા તાપ નો સામનો કરવો પડે છે…

આ વાતાવરણની વચ્ચે અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાકની અંદર અંદર તાપમાન સ્થિર રહેશે. પરંતુ ત્યારબાદ તાપમાનનો પારો ૩૫ થી ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે. એટલે કે ભર ઉનાળે જેવો તાપ પડે છે. તેવો જ તાપ ૪૮ કલાક પછી જોવા મળશે…

સ્વેટર ધાબળાને સંકેલીને મૂકી દેવાનો સમય આવી ગયો છે. જ્યારે કુલર, પંખા અને એસી શરુ કરવાનો સમય આવી ગયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અનુભવ જોવા મળશે. આ સાથે સાથે રાજ્યના લઘુતમ તાપમાનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે…

જેના પગલે ઠંડી સાવ નાબુદ થઈ જવા પામી છે. છેલ્લા દિવસો નું તાપમાન ની વાતો કરીએ તો નલિયામાં ૧૨ ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે 36 ડિગ્રી સાથે કચ્છનું કંડલા સૌથી વધારે ગરમ શહેર નોંધાયું છે. ત્યારે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, ખેડા સહિતના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ ૩૨થી ૩૫ ડિગ્રી સુધી નોંધાયો છે..

જે ૪૮ કલાક પછી ૩૬ થી ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી આપી છે કે માર્ચ મહિના દરમિયાન હવામાનમાં ખૂબ જ પલટા આવવાના છે. તેમજ મહારાષ્ટ્રનું હવામાન પણ હાલ બદલાઈ રહ્યું છે. જેની થોડી ઘણી અસર ગુજરાતના હવામાન ને પણ થઈ શકે છે…

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. જેમ જ કમોસમી વરસાદ પણ વરસી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીમાં થોડી ઘણી રાહત મળશે. જ્યારે કમોસમી વરસાદ વરસવા માટે તૈયાર થઇ જશે..

ગુજરાતમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેવાના કારણે હવામાન ખૂબ જ પલટાવવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હરિયાણા, દિલ્હી, પંજાબ, ચંડીગઢ વગેરે પ્રદેશોમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે…

જેના પગલે ગુજરાતમાં પણ ઠંડો પવન લાગવા લાગશે. તેમજ આ પવનને કારણે અરબ સાગરમાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહીના પગલે ભારે ગરમીની આગાહી કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *