Breaking News

અમરનાથની યાત્રામાં તહેનાત 39 જવાનોની બસ નદીમાં ખાબકી, 10 કરતા વધારે જવાનો શહીદ થયા.. ઓમ શાંતિ..!

અમરનાથની જાત્રા સહેલી નથી. કહેવાઈ છે કે જે લોકો અમરનાથની જાત્રા કરી લે તે લોકોએ જીવનમાં બધું જ હાંસિલ કરી લીધું હોઈ તેવું મનાઈ છે કારણ કે અમરનાથની યાત્રા ખુબ જ રિસ્કી છે. ડગલે ને પગલે મોતનો ભય રહે છે. કારણ કે ત્યાં વાતાવરણ ખુબ જ ગંભીર હોઈ છે. ક્યારે વાદળો ફાટે તેમજ ક્યારે ભૂસ્ખલન અને બરફ પડવા લાગે તેનું નક્કી હોતું નથી..

અમરનાથની યાત્રા શરુ થતા જ સૌ કોઈ શ્રાધાળુઓને અગવડતા ન પડે તેમજ સાચું માર્ગદર્શન અને સિક્યુરીટી મળે રહે એ હેતુથી ત્યાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્યાં ફરજ બજાવતા 39 જવાનોની એક બસ આ યાત્રા પર ફરજ બજાવીને પરત કરી રહી હતી પરતું આ બસને એક ખુબ જ મોટો અકસ્માત નડ્યો છે..

અને આ બસ ખુબ જ ઊંચાઈએ થી નીચે નદીમાં ખાબકી છે. આ બનાવ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ઘટયો છે. ITBP જવાનોની એક બસ આ દુર્ઘટનાનો શિકાર બની છે જેમાં 10 કરતા વધારે જવાનો શહીદ થયા છે. તમને જણાવી દઈએ કે આ બસમાં સવાર તમામ સૈનિકો અમરનાથ યાત્રા માટે ફરજ પર હતા.

આ બસમાં 39 સૈનિકો સવાર હતા. આ અકસ્માત પહેલગામના ચંદનવાડીમાં થયો હતો. હાલ આ અસ્ક્માતને લઈને બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેના કારણે આ બસ ઊંડી ખાઈમાં પડી ગઈ છે. બસના કુરચા ઉડી ગયા હતા.

આ બસમાં 37 જવાનો ITBPના અને 2 પોલીસકર્મી જમ્મુ-કાશ્મીરના હતા. તમામ ઘાયલોને તાત્કાલિક પરહલગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના જવાનોને માથામાં ઈજા થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાકની હાલત ખૂબ જ ગંભીર છે, જેને એરલિફ્ટ કરી શકાય છે.

આશંકા છે કે કેટલાક સૈનિકો પાણીમાં પણ તણાઈ ગયા છે. હાલ સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં 10 કરતા વધુ જવાનોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે બસને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ઘણા સૈનિકો ઘાયલ થયા હતા અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. ભગવાન આ તમામ શહીદોની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ.. જય હિન્દ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *