આજ સમયમાં રોજ ઘણા બધા પારિવારિક મામલાઓને લઈને લોકોને આપઘાત કર્યાનું સાંભળતા હોઈએ છીએ. ત્યારે ક્યાંક સોશિયલ મીડિયા પર આપણે વાંચી રહ્યા છીએ લોકો પોતાના સ્વાર્થ માટે અને બીજા લોકોને ખૂબ ત્રાસ આપતા હોય છે. જેને કારણે ત્રાસી ગયેલા લોકોને પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે. આજકાલ લોકોને પોતાની વસ્તુઓ અને પોતાનાથી જ મતલબ રહ્યો છે.
તેને કારણે બીજાની જિંદગીનું વિચાર્યા વગર માનસિક રીતે ત્રાસ આપીને હેરાન પરેશાન કરી રાખે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરત શહેરમાં બની છે. સુરત શહેરમાં મહુવા તાલુકાના વહેવલ ગામમાં આ ઘટના બની હતી. વહેવલ ગામમાં રહેતા એક યુવકે જેને માનસિક રીતે ખુબ જ ત્રાસ આપવામાં આવ્યો હશે ઉપરાંત ખૂબ જ માનસિક અને શારીરિક રીતે ત્રાસીને આપઘાત કરી લીધો હતો.
વહેવલ ગામ રહેતા એક યુવકે માનસિક ત્રાસ આપીને આપઘાત કર્યો હતો. પરંતુ આ યુવક ચાપલધરા ગામના ડુંગરી ફળિયાના વતની હતા. આ યુવકનું નામ ઠાકોરભાઈ સુખાભાઇ પટેલ છે.તેની પત્નીનું નામ સીતાબહેન પટેલ હતું. તેઓની તેની પત્ની સાથે ડુંગરી ફળિયામાં રહેતા હતા તેની ઠાકોરભાઈ પટેલ ઘણા બધી ગાયો અને બકરીઓ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેઓ પોતે કમાઈ બાબતે પણ સુઃખી હતા એમ પણ કહી જ શકાય, તેઓ પોતાની પત્ની સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા. તેને ગાય અને બકરી સાથે ખૂબ જ સારો એવો સબંધ હતો. ઠાકોરભાઈ પોતાના ગામમાં રહેતા મોહનભાઈ છીબાભાઈ પાસેથી ૩ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારે મોહન ભાઈ ઠાકોરભાઈ પાસેથી અવારનવાર પોતાના પૈસા માટે ઠાકોર ભાઈના ઘરે આવતા હતા.
તેને કારણે ઠાકોર ભાઈ પૈસા ચૂકવવા પોતાના ગાયોને બકરીને વેચી નાખ્યા હતા અને એક લાખ રૂપિયા તેમને મોહનભાઈ ને જમા કરાવી દીધા હતા પરંતુ આ મોહન ભાઈ ઠાકોરભાઈ ને માનસિક રીતે પૈસા પાછા આપવા માટે ત્રાસ આપતા હતા. તેને કારણે ઠાકોર ભાઈ ખુબ જ ત્રાસી ગયા હતા. તેને કારણે ઠાકોરભાઈ ખૂબ જ માનસિક ત્રાસી ગયા હતા.
તેઓ પૈસા પાછા આપવાનો કોઈ પણ બીજો ઉપાય રહ્યો ન હતો. તેને કારણે ઠાકોરભાઈ મોહનભાઈ ની વાત હતી કંટાળીને ત્રણ પાનની મોટી પોતાની તમામ મનની ભાવનાઓ સાથેની સુસાઇડ નોટ લખીને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી તે વહેલી સવારે વહેવલ ગામમાં સેન્ટ્રલ નર્સરી પાસે આવેલા ખેતરમાં ઝાડ ઉપર દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને પોતાની જિંદગીનું જીવન ટૂંકાવ્યું હતું.
આ રીતે ઠાકોરભાઈ પોતાના જીવન ટૂંકાવી અને તેના પરિવારના સભ્યો થી દૂર થઈ ગયા હતા. તે સમય દરમિયાન ખેતરના માલિકને ઠાકોર ભાઈને લટકતા જોઈને તરત જ તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે ઠાકોરભાઈ ની પત્ની સવિતાબેન મોહનભાઈ ની ફરિયાદ નોંધાવી હતી. તેના પત્નીને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હતા તેવું તેની પત્નીએ જણાવ્યું હતું અને પોલીસ મોહનભાઈની પૂછપરછ કરી રહી હતી. આ ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]