Breaking News

અજમાવો દૂધ નો આ નાનકડો નૂસ્ખો જે તમને બનાવશે સુખી અને સમૃદ્ધ, તમારા જીવનમાં કયારેય પણ પૈસાની અછત નહી આવે

મિત્રો , દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તેના જીવન માં કયારેય પણ મુશ્કેલી કે વિપદા ના આવે પરંતુ , ઈચ્છા ના હોવા છતાં પણ દરેક ના જીવન માં એક મુશ્કેલીભર્યો સમય આવે જ છે જેનો સૌ કોઈએ સામનો કરવો પડે છે. કાં તો આપણા જીવન માં ગ્રહો ની ગ્રહદશા યોગ્ય ના હોવા ના કારણે મુસીબતો થી ઘેરાયેલા હોઈએ છીએ કાં તો ભાગ્ય આપણી સાથે નથી હોતું જેથી દરેક કાર્ય અધૂરું રહે છે. પરંતુ , જયોતિષશાસ્ત્ર માં આ દરેક સમસ્યાઓ નો ઉકેલ છુપાયેલો છે.

તમારા ઘર ને લગતી સમસ્યાઓ હોય કે પછી કોઈ આર્થિક અથવા તો નોકરી સાથે સંકળાયેલી કોઈ સમસ્યા હોય તો આ તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે જયોતિષશાસ્ત્ર માં અનેક પ્રકાર ના નૂસ્ખાઓ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ નૂસ્ખાઓ માં નો એક નૂસ્ખો છે દૂધ નો નૂસ્ખો. આ નૂસ્ખો અત્યંત સરળ અને અસરકારક ગણાય છે. જયોતિષશાસ્ત્ર અનુસાર દૂધ એ ચંદ્રમા નું કારક ગણાય છે.

એવી માન્યતાઓ છે કે જો તમે શિવલિંગ પર દૂધ અર્પણ કરશો તો તમામ ગ્રહો ની અશુભ અસરો દૂર થઈ જશે. આ ઉપરાંત દૂધ ના અન્ય અનેક પ્રકાર ના નૂસ્ખાઓ છે જે આપણ ને જીવન માં સફળતા પ્રાપ્ત કરવા માટે સહાયરૂપ બની શકે તથા નાણાં સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ ને દૂર કરી શકે. આજે આપણે આ લેખ માં દૂધ ના જે નૂસ્ખા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે તમને અનેક પ્રકાર ની સમસ્યાઓ માંથી મુક્તિ અપાવશે. આ નુસ્ખો અજમાવવા થી તમારી આર્થિક સ્થિતિ પણ પ્રબળ બનશે.

અશુભ ગ્રહો ની અસર થી રક્ષણ મળે : સોમવાર નો દિવસ એ ભોળેનાથ ની ભક્તિ કરવા માટે અત્યંત શુભ દિવસ ગણાય છે. પ્રભુ ભોળાનાથે પોતાના મસ્તક પર ચંદ્રમા ને ધારણ કરેલો છે. જો કોઈપણ વ્યક્તિ ની કુંડળી ગ્રહો ની અશુભ અસરો થી પ્રભાવિત થઈ રહી હોય તો સોમવાર ના શુભ દિવસે પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરીને ભોળાનાથ ના મંદિરે જઈને શિવલિંગ પર કાચુ દૂધ અર્પણ કરવું . આ પ્રક્રિયા નિરંતર સાત સોમવાર સુધી કરવી જેથી તમારા કુંડળી પર રહેલી તમામ પ્રકાર ની અશુભ અસરો દૂર થઈ જશે તથા તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

નાણાં તથા સમાજ માં માન-પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ માટે : દરેક વ્યક્તિ પોતાના જીવન માં વતા-ઓછા પ્રમાણ માં નાણાં તથા સમાજ માં માન-પ્રતિષ્ઠા કમાવવાની ઈચ્છા ધરાવતો હોય છે. પરંતુ , આ વસ્તુ ત્યારે જ શક્ય બને જયારે ધન ના દેવી સાક્ષાત્ લક્ષ્મી માતા તમારા ઘર માં વાસ કરે. જો તમે પણ તમારા ઘર માં લક્ષ્મી માતા નિવાસ કરે તેવું ઈચ્છતા હોવ તો તે માટે લોખંડ ના એક પાત્રમાં પાણી , ખાંડ , દૂધ અને ઘી મિક્સ કરી આ મિશ્રણ ને પીપળ ના વૃક્ષ ના છાંયડા ની હેઠળ ખાડો ખોદી તેમાં નાખી દો અને ત્યાર બાદ તેને દાટી દો. આમ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે અને તમે આર્થિક રીતે સધ્ધર બનશો.

વ્યવસાય તથા નોકરી માં પ્રગતિ મેળવવા માટે : જો તમને નોકરી કે વ્યવસાય માં કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદભવતી હોય તથા અનેક પ્રયત્નો કરવા છતા પણ આ સમસ્યાઓ ને દૂર કરવાનો કોઈ માર્ગ ના મળી રહ્યો હોય તો તમારે સોમવાર ના શુભ દિવસે શિવ મંદિરે જઈને શિવલિંગ પર એક લોટો દૂધ અર્પણ કરવું. તદુપરાંત રૂદ્રાક્ષ ની માળા વડે ૧૦૮ વાર ‘ઓમ સોમેશ્વરાય નમ:’ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું. આ ઉપરાંત પૂનમ ના દિવસે ચન્દ્રમા ને જળ અર્પણ કરવું જેથી તમારા વ્યવસાય તથા નોકરી ક્ષેત્રે તમારી નિરંતર પ્રગતિ થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :  તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About admin

Check Also

માતા ખોડલની કૃપા થશે આ ૬ રાશિઓ પર આ લોકો ને મળશે તરક્કી નો રસ્તો બનશે કરોડપતિ

મિત્રો, આપણા જીવનમાં જયોતિષશાસ્ત્રનું અને તેમાં પણ રાશીઓનું અત્યંત વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *