Breaking News

અજાણી મહિલાની સાથે વાતચીત કરતા પહેલા ચેતજો, યુવકની સાથે આ રૂપાળી મહિલાએ કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો..!

આજકાલ કોઈ યુવતી સાથે વાત કરવા માટે ઘણા બધા લોકો હાફળા ફાફળા થતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાય લોકો અજાણી યુવતીઓ સાથે રાત-દિવસ વાતચીત કરે છે. પરંતુ અજાણ્યા લોકો સાથે ક્યારેય પણ વાતચીત કરવી જોઈએ નહીં. હાલ સુરેન્દ્રનગરમાં એક યુવકને ખૂબ જ મોટું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે..

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામની અંદર જગદીશભાઈ કાનાભાઈ ટીમબલ નામના વ્યક્તિ એક પાનનો ગલ્લો ચલાવી રહ્યા છે. એક દિવસ જગદીશભાઈને મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. અને ત્યારબાદ આ નંબર પરથી ફોન કોઈ પણ આવ્યો હતો. ફોનમાં સ્નેહા મિસ્ત્રી નામની કોઈ યુવતી વાત કરતી હોય તેવું જણાવ્યું હતું..

સ્નેહા મિસ્ત્રી જગદીશભાઈ સાથે ખૂબ જ મિત્રતા સભર વાત કરવા લાગી હતી. અને ધીમે ધીમે સ્નેહા આટલી બધી નજીક આવી રહી કે જેની ન પૂછો વાત. એક દિવસ તેઓએ જગદીશભાઈને સુરેન્દ્રનગર મોટી ગાડી લઈને બોલાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ રતનપર બાયપાસ લઈ જવાનું કહ્યું હતું. પરંતુ જગદીશભાઈને તે કોઠારીયા રોડ પર કાર લઈને આવી પહોંચી હતી..

કારમાં બેઠા બેઠા બંને પ્રેમભરી વાતો કરવા લાગ્યા હતા. ત્યારબાદ સ્નેહા મિસ્ત્રી નામની આ યુવતીએ જણાવ્યું કે, આજે તેને મૂડ નથી. એટલું કહેતા જ થોડી જ વારની અંદર કેટલાક લોકો આ કાર પાસે આવી ગયા હતા અને અંદર બેઠેલા જગદીશભાઈને ઢોર મારવા લાગ્યા હતા. તેમજ જગદીશભાઈ પાસે રહેલા 30,000 રૂપિયા રોકડા તેમજ મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો..

આ ઉપરાંત જગદીશભાઈના મિત્ર સંજય અને નરેશ પાસેથી કુલ 1.35 લાખ રૂપિયા અને 50,000 ની સાથે સાથે કુલ અઢી લાખ રૂપિયા જેવા ખંખેરી લીધા હતા. આ શખ્સો વારંવાર પૈસાની માંગણી કરીને જગદીશભાઈને ત્રાસ પહોંચાડી રહ્યા હતા. પરંતુ જગદીશભાઈ એક દિવસ મક્કમ થઈને ફરિયાદ સુરેન્દ્રનગર પોલીસમાં કરી હતી.

અને સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની જાણ થઈ ત્યારે પોલીસે હની ટ્રેપના ઝાડમાં ફસાવનાર યુવતી કે, જેનું નામ સ્નેહા મિસ્ત્રી હતું. જે રાધે ટેનામેન્ટમાં રહે છે. તેમજ તેની સાથે રહેલા નરેશ બાબુને પણ રાજકોટ રોડ ઉપરથી પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ આ મામલાને લઈને પોલીસ આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે..

જાણવા મળ્યું છે કે સ્નેહા મિસ્ત્રી નામની આ યુવતી મૂળ અમદાવાદની છે. આ યુવતીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેના સાવકા પિતા તેના પર વારંવાર નજર બગાડી રહ્યા હતા. એટલા માટે તેની માતાએ આ યુવતીના લગ્ન સુરતમાં રહેતા એક યુવક સાથે કર્યા હતા. પરંતુ પરિવારમાં મનમેળ ન થતા ત્યાંથી પણ છુટાછેડા લઈને આ યુવતી સુરેન્દ્રનગરના રાજને ટેનામેન્ટ વિસ્તારમાં રહેવા લાગી હતી..

પરંતુ તેના મોજ શોખ નો ખર્ચો પૂરો ન પડતા તે જુદા જુદા શખ્સો સાથે મળીને આવી રીતે લોકોને હની ટ્રેપની જાળમાં ફસાવીને રૂપિયા પડાવતી હતી. જાણવા મળ્યું છે કે, આ યુવતી મેલબોર્ન સિગારેટ અને બિયર પણ પીવાની વ્યસની હતી. વધુ પૂછતા જ કરતા સામે આવ્યું કે વઢવાણ તાલુકામાં રહેતા જગદીશભાઈને તેના જ ગામના બે યુવકોએ તેને સ્નેહા મિસ્ત્રી સાથે કોન્ટેકમાં લાવ્યા હતા..

અને ત્યારબાદ બંને મિત્રો જગદીશભાઈને આ યુવતી સાથે વાતચીત કરવા માટે કહેતા અને હનીટ્રેપમાં ફસાવવા માટે દોરતા હતા. આ બંને મિત્રો અને સ્નેહા મિસ્ત્રી નામની આ યુવતી સાથે મળીને જગદીશભાઈને હની ટ્રેપના કિસ્સામાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી પૈસા ખંખેરવાનો પ્લાન બનાવી લીધો હતો..

આ ઉપરાંત જગદીશભાઈ અને સ્નેહા એક વાર નર્મદા કેનાલના રસ્તે કારની અંદર અંગત પળો માણવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે બે બાઈક લઈને પાંચ વ્યક્તિ આવી પડ્યા હતા. અને કાચ ખોલાવીને આ મારી બહેન છે. એમ કહીને જગદીશભાઈ ને મારામારી શરૂ કરી દીધી હતી. આ તમામ બાબતોને લઈને હાલ જગદીશભાઈ એ ફરિયાદ નોંધાવી છે. અને તેને સાથે છેતરપિંડી થયા હોવાનો ગુનો નોંધાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *