જુદા જુદા કારણોસર રોજ આત્મહત્યા કરવાના બનાવો વધી રહ્યા છે. કોઈ પરિવારમાં ચાલતા ઘરેલું ઝઘડાવોને કારણે એકબીજાના ત્રાસને કારણે વ્યાજખોરોના ત્રાસ ને કારણે અથવા તો પ્રેમ સંબંધમાં દગો મળવાને કારણે અને માનસિક રીતે હતાશ થઈ જવાથી ઘણા ખરા લોકો આપઘાત કરી લેતા હોય છે..
જે ખરેખર ખૂબ જ ખોટી બાબત છે. હાલો આજે ખુબ જ ચોંકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાં બનતા જ ચકચાર મચી ગયો છે. રાજકોટ શહેરની રૈયા ચોકડી પાસે શિવમ પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં પલકભાઈ અનિલભાઈ ભટ્ટ નામના યુવક છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે..
તેઓ પોતે એક વકીલ તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં તેમની પત્ની અને તેમના માતા-પિતા છે. પલકભાઈ પોતે તેમના માતા-પિતાના એકના એક દીકરા હતા પરિવારને તેના દીકરા ઉપર ખૂબ જ આશા હતી. પરંતુ પરિવારના આશાસ્પદ દીકરા પલકભાઈએ કોઈ કારણસર આપઘાત કરી લેતાં પરિવાર દુખની લાગણીમાં વિભોર બની ગયો છે.
પલકભાઈની પત્ની એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી. પતિ-પત્ની બંને ઘર ચલાવવામાં ખૂબ જ મદદ રૂપ બનતા હતા. એક દિવસ જ્યારે પલકભાઈની પત્ની સાંજે સ્કૂલેથી નોકરી કરીને પરત ફરતી હતી. ત્યારે તેઓ દરવાજો ખોલતાની સાથે જ પલકભાઈને પંખા સાથે લટકી રહ્યા છે.
અને તેમના ગળે દુપટ્ટો પણ બાંધેલો હતો. આ જોતાની સાથે જ તેઓ ખૂબ જ હેબતાઈ ગયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા તેઓએ હિંમત રાખીને પલકભાઈને પંખાના પવનમાં પરથી નીચે ઉતાર્યા હતા. અને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડ્યા હતા.
પરંતુ ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ પલકભાઈની તપાસ બાદ જણાવ્યું કે પલકભાઈનું મૃત્યુ થઈ ગયું છે. વકીલે આપઘાત કયા કારણોસર કર્યો હોય તેની કોઇ ચોક્કસ માહિતી હજુ બહાર આવી નથી..
પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વકીલાત કરીને પરીવારનું ગુજરાન ચલાવતા પલકભાઈના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જે પ્રેમ લગ્ન હતા. પલકભાઈના આપઘાત કરવા પાછળનું મોટું કારણ ઘરેલું કંકાસ કરવાની બાબત સામે આવી છે. ઘરેલુ કંકાશ ને લીધે આપઘાતના બનાવો પણ ખૂબ જ વધી ગયા છે.
આખરે લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે પરિવારમાં ક્યાંકને ક્યાંક એકતાનો અભાવ દેખાઈ રહ્યો છે. જેના કારણે વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને પોતાના દુઃખની વાતો કહી શકતા નથી અને અંતે મનોમન મૂંઝાઈને આપઘાતનું પગલું ભરી લેતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]