ચોમાસાનો મોટાભાગનું આધાર નક્ષત્ર ઉપર રહેલો છે. જુદાં-જુદાં નક્ષત્રો પ્રમાણે વરસાદની ચાલ તેમજ ગતિવિધિઓ બદલાતી હોય છે. અત્યારે મૃગશીષ નક્ષત્ર ચાલી રહ્યુ છે. આ નક્ષત્રની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન કર્યું છે. આ ઉપરાંત આ નક્ષત્ર પૂર્ણ થતાની સાથે જ આદ્રા નક્ષત્ર શરૂ થતું હોય છે. આ વર્ષે 21 તારીખના રોજ આદ્રા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે..
મૃગશીષ નક્ષત્રમાં વરસાદ ખૂબ જ સારો નોંધાયો હતો. તેના અનુમાન મુજબ આદ્રા નક્ષત્રમાં પણ ખૂબ સારો વરસાદ નોંધાશે. આ નક્ષત્ર ના સમય દરમિયાન એટલેકે 21 તારીખથી લઈ 27 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જુદી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના પગલે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૃ થઈ જશે..
આદ્રા નક્ષત્રને લઇને ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, આદ્રા નક્ષત્રમાં વધુ એક વાવણીલાયક વરસાદ વરસશે. અને ત્યાર બાદ મેઘરાજા ચારેકોર જળબંબાકારની સ્થિતી બનાવવા જઈ રહ્યા છે. એટલે કે જુદા જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી આપી છે.
હાલ ગુજરાતના જાણીતા નિષ્ણાતોને હવામાન વિભાગના ડિરેક્ટર પણ આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી રહેલી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરીયાકિનારે 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે..
વલસાડનો દરિયો ગાન્ડો થયો છે. જ્યારે સુરતના દરિયાકિનારે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે બીજી બાજુ જાફરાબાદ, શિયાળબેટ સહિતના દરિયા કિનારાના વિસ્તારો ઉપર દરિયામાં ભારે પવન સાથે મોટા ઉછળી રહ્યા છે. આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ મેઘરાજા દરેક વિસ્તારોમાં ધબડાટી બનાવવા જઈ રહ્યા છે..
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની તમામ નદીઓમાં ઘોડાપૂર આવવાની શક્યતાઓ પણ રહેલી છે. કારણકે મેઘરાજાના આગમનની સાથે જ અમુક જિલ્લાઓમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. એટલે વરસાદ વર્ષની સાથે જ નદી-નાળામાં પાણી વહેતા થયા છે. જ્યારે અમુક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે..
આ નક્ષત્ર બેસતાની સાથે જ ખૂબ ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ વરસાદના કારણે તમામ નદીઓમાં ભરપૂર પાણી આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, વલસાડ, આણંદ, મહીસાગર, વડોદરા, ભરૂચ આ ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં 20 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે..
તેમજ 21 તારીખથી લઈ 27 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે. જેના કારણે દરેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ તેમજ ચારેકોર પાણી જ પાણી દેખાશે. છેલ્લા ૨૪ કલાકની અંદર અંદર રાજ્યમાં કુલ 124 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]