આધેડ પત્નીએ કાવતરું ઘડીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો, પતિ-પત્નીના સબંધની ધજીયા ઉડાવતો કિસ્સો જાણીને સમસમી જશો..!

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં જાણસમા તાલુકાના મીઠીધારીયાલ ગામમાં એક પતિ પત્નીના સંબંધને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે. ઘણા વર્ષો પહેલા મીઠીધારીયલ ગામના દશરથે અંજુ પટેલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અંજુએ પોતાના પ્રેમી માટે થઈને પોતાના પતિ સાથે કર્યું એવું કે તે જાણી ને તમારા પણ રૂંવાડા બેઠા થાય જશે.

અંજુ પટેલએ બેચર પટેલ સાથે પ્રેમ કરતી હતી. જેની જાણ દશરથ ને થતા તેણે અંજુને ઠપકો આપ્યો હતો. પરંતુ અંજુ અને તેના પ્રેમી બેચરએ મળીને દશરથની કરુણ હત્યા કરી નાખી હતી. તેમજ તેની લાશને ઠેકાણે પાડી દીધી હતી. આ ઉપરાંત પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તેણે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દશરથના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાના ત્રણ મહિના બાદ પણ પોલીસને દશરથ વિશે કોઈપણ જાણ મળી ન હતી. તેથી દશરથ પટેલના પિતરાઈ ભાઈ સુરેશ પટેલને અંજુ અને તેના પ્રેમી પર શંકા થઈ હતી. જેને કારણે તેણે હાઇકોર્ટમાં આ ઘટનાની અરજી નોંધાવી હતી. હાઈકોર્ટે તરત જ પાટણની પોલીસને આ ઘટના અંગે કડક કાર્યવાહી કરવા માટેના આદેશો આપ્યા હતા.

જેથી તેમણે અંજુ પટેલ અને તેના પ્રેમી બેચર પટેલને બોલાવીને તેની ખૂબ જ કડક પૂછપરછ કરી હતી. આ દરમિયાન અંજુ અને બેચર પટેલ દશરથની હત્યા ની કબુલાત કરી હતી. તેમજ તેની લાશને તેના ઘર નજીક એક ખેતરમાં દાટી દેવાનું કબૂલ કર્યું હતું. આ બાબતની ચકાસણી કરવા માટે પોલીસ દ્વારા મામલતદાર ની ઉપસ્થિતિમાં તે ખેતરમાંથી દશરથ પટેલ નો કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું..

તેમજ પોલીસ દ્વારા ધ્યાન આરોગ્ય કેન્દ્રમાં પંચનામુ કરીને અંજુ પટેલ અને બેચર પટેલ સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે.તેમજ તેમના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. અંજુ પટેલ આધેડ ઉંમરે બેચર પટેલને પ્રેમ કરી બેઠી હતી. પ્રેમમાં આંધળી બનીને તેણે એવું પગલું ભરી લીધું હતું કે જેનો તેણે એક પણ વાર વિચાર કર્યો નથી.

આવડી ઉંમરે દીકરા દીકરીને સાચવણી કરવી તેમજ પરિવારના દરેક સભ્યોનું ધ્યાન રાખવું અને સાથે સાથે પૌત્ર કે પૌત્રીનો ઉછેર કરવા જેવા કામો કરવાને બદલે અંજુએ ન ભરવાનું પગલું ભર્યું હતું. જેને કારણે આજે તેનો પરિવાર ઉજ્જડ થયો છે તેમજ તેને પણ સુખી જિંદગી જીવવાને બદલે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment