Breaking News

અડધી રાત્રે ઝાડા-ઉલટી શરુ થયા બાદ 35 વર્ષના યુવકને હોસ્પિટલ લઈ ગયા, ડોકટરે તપાસ કરી કર્યો મોટો ઘટસ્ફોટ કે પરિવારજનો રડવા લાગ્યા..!

ચોમાસાની સીઝન શરૂ થતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે છે. આવા રોગચાળો સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિએ પાણી ઉકાળીને પીવું જોઈએ. પરંતુ અમુક વિસ્તારોમાં ખૂબ જ દુષિત પાણી આવવાની પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પીવાલાયક પાણી પહોંચતું ન હોય તેવી પણ ફરિયાદો મળી છે..

પરંતુ સુરત શહેરમાં પાણીની સગવડો ખૂબ સારી મળી રહે છે. છતાં પણ અમુક વ્યક્તિઓને પાણીજન્ય રોગો થઈ જતા હોય છે. જેને કારણે દોષનો ટોપલો મહાનગરપાલિકાના તંત્ર પર ઢોળવામાં આવતો હોય છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારની અંદર રાધેશ્યામ નગર સોસાયટી આવેલી છે. જેમાં 35 વર્ષના અંતરયામિ ડાકુવા નામના વ્યક્તિ રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા..

તેવો લુમ્સના મશીનમાં કામગીરી કરી રહ્યા હતા. તેઓનું મૂળ વતન ઓડિશા છે. એક દિવસ અચાનક જ તેમની તબિયત લથડી ગઈ હતી. અને વારંવાર ઝાડા ઉલટી થવા લાગી હતી. એટલા માટે તેઓએ નજીકના દવાખાનામાં સારવાર મેળવી હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તબિયત વધારે ને વધારે ગંભીર બની જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પરિવારજનો લઈ ગયા હતા..

હોસ્પિટલે પહોંચતા જ તબીબોએ તેની તપાસ શરૂ કરી અને જણાવ્યું કે અંતરયામી ડાકુઆ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. 35 વર્ષની ઉંમરમાં માત્ર જાડા ઉલટી થવાને કારણે તેનું મૃત્યુ થઈ જતા પરિવાર ઉપર આફતોના વાદળ ફાટી નીકળ્યા હતા. મૃતક વ્યક્તિના પરિવાર જન્મે જણાવ્યું કે, તેને સવારના 03:00 વાગ્યા આસપાસ અચાનક જ જાડા ઉલટી શરૂ થવા લાગી હતી..

એટલા માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તેને દવા આપી એક બોટલ પણ ચડાવી હતી. પરંતુ કોઈ પણ અસર ન થતા તેની તબિયત વધુ લસડી ગઈ હતી અને સિવિલ હોસ્પિટલે પહોંચ્યા ત્યાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ બનાવનો જાણ સુરત મહાનગરપાલિકાના તંત્રને થઈ એટલે તેઓ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ડોક્ટરે તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી આગળની કામગીરી શરૂ કરી હતી..

પાલિકાના આરોગ્ય અધિકારી રીતીકભાઈ પટેલે જણાવ્યું કે, વરસાદના પાણીને કારણે ખૂબ જ રોગચાળો વકરી ગયો છે. મહાનગરપાલિકાએ પણ તમામ બાબતોની જાણ થતા સર્વે સહિત અન્ય કામગીરીઓ પણ શરૂ કરી છે. અને જરૂરી પગલાં પણ પાલિકા દ્વારા લેવામાં આવે છે…

રોગચાળો ન ફેલાય એટલા માટે તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લોકોનો સાથ સહકારની પણ ખૂબ જ જરૂર છે. 35 વર્ષના અંતરે અમે ડાકુવા નામના આ વ્યક્તિએ ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે, સામાન્ય ઝાડા ઉલટીને કારણે તેમનો જીવ જતો રહેશે હાલ તેમના પરિવારજનો ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

કારણ કે તેઓએ તેમના પરિવારના મોભીને ખોઈ દીધો છે. હકીકતમાં જ્યાં સુધી ચોમાસાની સિઝન ચાલે છે. ત્યાં સુધી દરેક વ્યક્તિએ શુદ્ધ પાણી પીવું જોઈએ તેમ જ ઘરે પાઇપલાઇન મારફતે આવતા પાણીને ઉકાળીને પીવું જોઈએ. જેથી કરીને તેની અંદર રહેલા તમામ કિટાણુ નાશ થઈ જાય અને જીવને કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *