Breaking News

અડધા હાઈવે ઉપર પીક-અપ ઉભું રખાવીને બદમાશોએ કરી નાખ્યું એવું જે દરેક વાહન ચાલકોએ જાણી લેવું જોઈએ, પોલીસ પણ થઈ દોડતી..!

રોજબરોજ હાઇવે ઉપર વાહન ચલાવનાર લોકોને કેટલાક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે એક મોટી મુસીબત આવી પડી છે. હાઇવે ઉપર સહેજ અમથી વાહન ચાલકોની ચૂક થાય કે તેમને મોતનો સામનો પણ કરવો પડે છે. પરંતુ અત્યારે તો ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ગઈ છે..

આ મામલો રાજસ્થાનના ટોંકનો છે. અહીં અજમેર જિલ્લાના સંબલપુર પાસે રહેતા હામીદ નામનો એક યુવક બોલેરો પીક અપ ચલાવે છે. અને તેમાં સામાન ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ ફેરા લગાવીને પૈસા કમાઈ છે. હમિદ અજમેરની એક કંપની માંથી લોખંડ ભરીને નીવાઇ ગામ જતો હતો..

ત્યાં પહોંચી તેણે પોતાના બોલેરો પીક અપમાંથી તમામ સામાન્ય નીચે ઉતારી દીધો હતો અને ત્યાં દુકાનદાર પાસેથી અંદાજે સાડા ચાર લાખ રૂપિયા લઈને ફરી પાછો અજમેર જવા માટે નીકળી ગયો હતો. આ રૂપિયા તેને પોતાના બોલેરો પીક અપમાં સીટની પાછળના ભાગે મુક્યા હતા. તે જ્યારે બપોરના 1:00 વાગે આસપાસ જયપુર કોટા હાઇવે ઉપરથી પસાર થતો હતો..

ત્યારે તેની સાથે એ ખૂબ જ માઠો બનાવો બન્યો છે. તેની પાસેથી એક સ્વીફ્ટ ડિઝાયર ગાડી પસાર થઈ હતી. આ ગાડી ની અંદર અંદાજે ચારથી પાંચ યુવકો હાજર હતા. તેઓએ ફૂલ સ્પીડે ગાડી ભગાવીને અચાનક જ બોલેરો પીક અપની આગળ આ ગાડી ઉભી રાખી દીધી હતી. આગળ ગાડી હોવાને કારણે બોલેરો પીકપએ પણ બ્રેક મારીને ગાડી ઉભી રાખી.

હમીદ પોતાની કારમાંથી બહાર નીકળીને આ ડ્રાઇવરને સમજાવ એ પહેલાં તો આ ગાડી ની અંદરથી ત્રણથી ચાર લોકો ઉતર્યા અને હમીદને હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા. તેઓ કહેવા લાગ્યા કે, તું શા માટે ગાડી આડી અવળી ચલાવે છે. તારા કારણે અકસ્માત થતા થતા બચી ગયો છે, એમ કહીને હમીદને પોતાની વાતોમાં ઉલજાવી નાખ્યો હતો..

અને ત્યારબાદ થેલામાં હાથ નાખીને એક યુવકે મરચાનો પાવડર કાઢ્યો હતો અને આ પાઉડર હમીદની આંખમાં ભોંકી દીધો હતો. આંખમાં મરચું પડવાને કારણે તેને આંખમાં ખૂબ જ બળતરા થવા લાગી હતી અને તે થોડા સમય માટે કશું જોઈ શક્યો નહીં. જ્યારે તેની આંખ બરાબર થઈ ત્યારે તેને પાછળની સીટમાં જોયું તો સાડા ચાર લાખ રૂપિયા ગાયબ હતા..

અને આ ચારે ચાર યુવકો પણ ત્યાંથી ભાગી ગયા હતા. તાત્કાલિક ધોરણે પિકઅપના ડ્રાઇવર હમીદે મહેનવાસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેની સાથે હાઇવે ઉપર લૂંટનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ફરિયાદ નોંધીને પોલીસે લુંટારાઓને પકડવા માટે આ વિસ્તારની આસપાસના વિસ્તારમાં નાકાબંધી પણ લગાવી દીધી હતી..

પરંતુ આ તમામ ત્યાંથી ફરાર થઈ ગયા છે. આ રૂપિયા અજમેરની લોખંડ કંપનીને આપવાના હતા પરંતુ આ રૂપિયા રસ્તાની અંદર જ લૂંટ થઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. અત્યારે પોલીસ કમ્પ્લેનના આધારે આ લુટારાઓની તપાસ મેળવી રહી છે. હાલ આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *