હજુ પણ અંતરિયાળ ગામ વિસ્તારમાંથી અંધશ્રદ્ધા તેમજ શિક્ષણના અભાવને કારણે એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં અંતે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહેતો નથી. હાલ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા છબનપુર ગામમાં એવો જ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે..
છબનપુર ગામમાં નાયક ફળિયામાં કમલીબેન અમરાભાઇ નાયક તેમના એકના એક પુત્ર બુધાભાઈ નાયક સાથે રહે છે. કમલીબેનની ઉંમર આશરે ૫૦ વર્ષની છે. તેમના પતિ ઘણા વર્ષો પહેલા નિધન થયું હતું. એટલા માટે કમલી બહેનનો એકનો એક સહારો તેમનો પુત્ર જ હતો. થોડા દિવસ પહેલા બુધાભાઈ ને કરંટ લાગ્યો હતો…
એટલા માટે સારવાર દરમિયાન તેનો એક હાથ કાપી નાખવો પડ્યો હતો. છતાં પણ બુધાભાઈ એક હાથી મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. તો બીજી બાજુ તેમની માતા કમલીબહેન પણ પચાસ વર્ષની ઉંમરે મજૂરી કરીને ઘર ચલાવવામાં સહાય કરતા હતા. તેમજ બંને નાયક ફળિયામાં રહીને ગુજરાન ચલાવતા હતા.
એક દિવસ 25 વર્ષના આ બુધાભાઈ ને તેમની માતાએ કોઈ કારણસર જમવાનું ન આપ્યું હતું. આ બાબતને લઈને બુધાભાઈ તેમજ તેની માતા વચ્ચે ઉગ્ર બોલાચાલી ઝઘડો થઈ ગયો હતો. અગાઉ બુધાભાઈને રાત્રિના સમયે ઘર સામે આવેલા એક વૃક્ષ નીચે તેની માતા ખુદ ડાકણના વેશમાં હોય તેવી દેખાઈ હતી…
આ બંને અદાવત અને ધ્યાનમાં રાખીને બુધાભાઈ રાત્રિના સમયે મોકો બનાવીને તેની માતા જ્યારે સૂતી હતી ત્યારે તેના માથા પર જોરદાર લાકડાના ફટકા માર્યા હતા. વારંવાર મારેલા ઘા ના કારણે તેની માતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના જ્યારે બની ત્યારે માતા ચીસાચીસ કરી રહી હતી..
એટલા માટે આસપાસના પડોશીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને જોયું તો બુધાભાઈ પોતાના એક હાથથી લાકડાના ફટકા મારી રહ્યા હતા. અને તેની માતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી હતી. ત્યારબાદ ગામના લોકોએ સરપંચ લાભુભાઈ ગઢવી ને જાણ કરી હતી. લાભુભાઈ ગઢવીએ ગોધરા પોલીસ મથકે જાણ કરી હતી..
ત્યારબાદ પોલીસ ખાતું તાત્કાલિક ધોરણે છબનપુર ગામમાં દોડી આવ્યું હતું. અને પોતાના માતાની હત્યા કરનાર પુત્ર ની અટકાયત કરી હતી તેની સામે હત્યાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અને હાલ પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે બુધાભાઈ ની પૂછતાછ કરી તો જણાવ્યું હતું કે…
બુધાભાઈ ને તેની માતાએ જમવાનું ન આપ્યું હતું. આ ઉપરાંત બુધાભાઈ ને તેની માતામાં ડાકણનો સાયો હોવાનો ઊંડો વહેમ હતો. એટલા માટે તેણે તેની માતાને મારી નાખી હતી. આ માતાનું એક સારો તેનો પુત્ર હતો અને આ પુત્રનો પણ એક સહારો તેની માતા જ હતી.
આ પ્રકારનો કિસ્સો બની જતા મજૂરી કરીને જીવન ગુજારનાર આ પરિવારનો ઘર હવે સૂનું સૂનું લાગશે. કારણ કે માતાનું મૃત્યુ થયું છે જ્યારે અત્યારે પુત્ર પોલીસ હિરાસતમાં છે. આ પુત્રને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે. કારણ કે કોઈપણ પ્રકારનો બનાવ બન્યો હોઈ છતાં પણ કોઈ પુત્ર પોતાની જ માતા પર કેવી રીતે હુમલો કરી શકે..!
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]