અકસ્માતમાં પરિવારના જુવાનજોધ દીકરાનું મૃત્યુ થાય અને તેનું દુઃખ સહન કરવું એ સહેલી બાબત નથી. ગુજરાતના ગાંધીનગરના સેક્ટર 22 માં વાસ્તુ નિર્માણ સોસાયટી આવેલી છે. જેના પ્લોટ નંબર 747 માં કિશન ઓમકાર ભાઈ ખેરનારનો પરિવાર રહે છે. તેમના ૧૮ વર્ષના દીકરા પૃથ્વીનું ગઈકાલે શહેરના એક સર્કલ પાસે એકટીવા સ્લીપ થઇ જવાને કારણે એક્સિડન્ટ થયું હતું..
આ અકસ્માત એટલો ગંભીર બની ગયો હતો કે જેમાં પૃથ્વી ઘટનાસ્થળે જ લોહીલુહાણ અને ઇજાગ્રસ્ત બની ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. આ બાબતની જાણ પરિવારના તમામ સભ્યોને કરી દેવામાં આવી હતી.
પૃથ્વીના કાકાનો પરિવાર મુંબઈ ખાતે રહેતો હતો. તેના દાદી પણ મુંબઈ તેને કાકાના ઘરે રહેતા હતા. આ જાણ તેના કાકા ને ઘરે થતાની સાથે જ તેના દાદી ખૂબ જ હાફળાફાંફળા થઈ ગયા હતા અને તેના પોતાના પૌત્ર પૃથ્વીને અંતિમ વખત જોવા માટે ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા.
પૃથ્વીના દાદી લીલાબેન કે જેમની ઉંમર ૬૫ વર્ષની છે. તેઓ બે મહિના પહેલાં જ ગાંધીનગરથી તેમના નાના દીકરાના ઘરે મુંબઈ રહેવા ગયા હતા. હાલ પૃથ્વીના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેઓ સાંજે મુંબઈથી નીકળી ગયા હતા. અને સવારે ગાંધીનગર પહોંચ્યા હતા સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો હતો…
કારણ કે દાદી નો લાડકો દીકરો પૃથ્વી આ દુનિયામાં રહ્યો હતો નહીં આખા પરિવારમાં સૌથી વધુ દુખ દાદીને હતું. કારણ કે દાદી તેના પુત્ર પૃથ્વી સાથે ખૂબ જ લાડ પ્રેમથી રેહતા હતા. પોતાના પૌત્રના મૃત્યુના આ સમાચારને દાદી સહન કરી શક્યા હતા નહીં અને પૃથ્વી નું મોઢું અંતિમ વાર જોયા બાદ તેઓ ને અચાનક જ એટેક આવી ગયો હતો..
તેઓ આ દુઃખ સહન ન કરી શકતા તેઓને તાત્કાલિક ધોરણે એટેક આવ્યો હતો અને જોતજોતામાં તો તેઓ પણ મોતને ભેટયા હતા. સેક્ટર 22 માંથી દાદી અને પૌત્ર બંનેની અંતિમયાત્રા એક સાથે જ નીકળી હતી. આસપાસનાં સ્થાનિકોમાં આ અંતિમયાત્રામાં જોડાઈને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પરિવારજનોએ એક દીકરાને ગુમાવ્યો હતો પરંતુ તેના દુઃખને કારણે અન્ય એક સભ્ય નો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક સાથે બે લોકોના મૃત્યુ થતાની સાથે પરિવારજનો ખૂબ જ ભાંગી પડ્યા છે. હાલ તેઓ ને માટે ખૂબ મોટું સંકટ આવી પડયું છે. આ બધાની સાથે પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]