Breaking News

એકટીવા લઈને ટ્યુશન જતી 11માં ધોરણમાં ભણતી દીકરીની નજર સામે જ મોત આંબી ગયું, બિચારી પેટ્રોલ પુરાવા ગઈ અને બીજી બાજુથી…. વાંચો..!

ઘણા બધા કિસ્સાઓ આજકાલ ખૂબ ચોંકાવનારા બની રહ્યા છે. આજકાલ લોકોની અવરજવર ખૂબ જ વધી છે. લોકો પોતાનું વાહન બેફામ રીતે ચલાવી રહ્યા છે અને સરકારના ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને ગમે તેમ વાહન ચલાવીને બીજાના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.

આજકાલ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો સાથે આવી ગંભીર ઘટનાઓ બની રહી છે. આ ઘટના વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા માણકી કોમ્પલેક્ષ પાસેથી એક માસુમ દીકરી પોતાની મોપેડ બાઈક લઈને પસાર થઈ રહી હતી. આ દીકરી પોતાના માતા-પિતા સાથે રહેતી હતી.

તેઓ જુના આરટીઓ પાસે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા હતા. તેમના પિતાનું નામ અનિલભાઈ આહુજા હતું. દીકરીની ઉંમર 17 વર્ષની હતી. દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી અને તે શાળાએ અને ટ્યુશનએ પોતાની મોપેડ બાઈક લઈને આવતી-જતી હતી. તે દરરોજની જેમ એક દિવસ પોતાના ઘરેથી ટ્યુશન જવા માટે નીકળી હતી.

સાંજના ચાર વાગ્યાના સમયમાં મોપેડ બાઈક લઈને તે ટ્યુશન જઈ રહી હતી. તે સમયે દીકરીની મોપેડમાં પેટ્રોલ ન હોવાને કારણે તે પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી. તે સમયે અચાનક જ સામેની તરફથી એક ઝડપી સ્પીડમાં બાઈક ચલાવીને યુવક આવી રહ્યો હતો. આ યુવક યુવાન વયનો હતો અને તે ખૂબ જ ઝડપી પોતાની ચલાવી રહ્યો હતો.

રોંગ સાઈડ પર આવી અને દીકરીને તેણી લઈ લીધી હતી. અડફેટે લેતા જ દીકરી પેટ્રોલ પંપ પાસે ઉછળીને એક બાજુ રોડ પર પટકાઈ હતી અને તેનું બાઇક ઢસડાયું હતું. જેના કારણે દીકરીને માથે અને મોઢાના ભાગ પર વાગી ગયું હતું. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવકને પકડી રાખવામાં આવ્યો હતો.

તરત જ દીકરીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવાર તરત જ હોસ્પિટલ પહોંચ્યું હતું અને દીકરીને સારવાર ચાલી રહી હતી તે સમયે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. માસુમ દીકરીનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાત સહન કરી શક્યો ન હતો.

જેના કારણે દીકરીના પરિવારજનોએ આ બાઈક ચાલક યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. એક પરિવારએ પોતાની લાડકી દીકરી ગુમાવી હતી. જેના કારણે તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. દીકરી ટ્યુશનએ પહોંચી ન હતી અને તેની સાથે અચાનક આવી જીવલેણ ઘટના સર્જાઈ ગઈ હતી. જેના કારણે દરેક માતા-પિતાએ પોતાના બાળકોને વાહનો આપતા પહેલા બાળકોને સાવચેતી રાખવા માટે કહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *