આપણી આસપાસ અનેક ઘટનાઓ સવાર થી સાંજ સુધીમાં બનતી હોય છે જેમાં કોઈ આનંદ આપે તો કોઈ વાર અમુક ઘટનાઓ જે-તે વ્યક્તિઓ ને મોટી મુશ્કેલીઓ માં મૂકી દેતી હોય છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અગ્નિ અને જળ આ બને સાથે જયારે કોઈ ઘટના બને તો તેનું પરિણામ હમેંશાને માટે ખુબ મોટું જ આવતું હોય છે,
અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગી છે. આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને મેસેજ મળતા 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે આજુબાજુમાં આવેલી 4થી 5 દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી.
રાયપુર ભજીયા હાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને પગલે લોકાના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આગને પગલે એક જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. જો કે આ બ્લાસ્ટ સંભવતઃ ગેસના કારણે થયો હોવાની શક્યતા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટને પગલે લોકોમાં દોડધામ મચી હતી.
અત્રે નોંધનીય છે કે, ખોખરા સર્કલ ખાતેના રાયપુર ભજીયા હાઉસમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે, એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ અને ગેસ લીક થતા આગ ભડકી ઉટી હતી. ભજીયા હાઉસની દુકાન નજીકથી પસાર થતી ગેસ લાઇનમાં લિકેજ થયું હતું. આગના કારણે ફાયરના જવાનોએ એકબાજુ વાહનોની આડશ મૂકી રસ્તો ડાઇવર્ટ કર્યો હતો,
જેને કારણે ખોખરા સર્કલ પર દોઢથી બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કાંકરિયા-અનુુપમ બ્રિજ બંધ હોવાને કારણે રામોલ, સીટીએમ, અમરાઈવાડી, હાટકેશ્વર સહિતના વિસ્તારોના લોકો ખોખરાના નાથાલાલ ઝઘડા બ્રિજનો ઉપયોગ કરે છે, જે માટે ખોખરા સર્કલ પાસેથી પસાર થવું પડે છે, પરંતુ આગને કારણે રસ્તો ડાઇવર્ટ કરાતાં જામ સર્જાયો હતો.
આગને 1 કલાક બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આઠ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમ છતા પણ આગ પર કાબુ મેળવવામાં 1 કલાક કરતા પણ વધારેનો સમય ગયો હતો. હાલ જાનહાની અંગેના કોઇ સમાચાર નથી. જો કે આગના કારણે ન માત્ર દુકાન પરંતુ આસપાસની દુકાનોમાં પણ ખુબ જ નુકસાન થયું છે.
હાલ તો બ્લાસ્ટ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભયાનક બ્લાસ્ટ બાદ લોકો દોડતા ભાગતા જોવા મળે છે આગની ઘટના બાદ સોશિયલ મીડિયામાં આગને પગલે થયેલા બ્લાસ્ટના વીડિયો વાઈરલ થયા હતા. દૂર દૂર સુધી દેખાતા આગના ગોટે ગોટા થી લોકો પણ એક સમયે અકળાઈ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]