છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બની ગયું છે. દરેક જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. મેઘરાજાની આગમનન લઈને શહેરના તમામ લોકો ખૂબ જ ખુશખુશાલ છે. તેમજ ખેડૂતો પણ ખૂબ જ ખુશ ખુશાલ થઈ ગયા છે. કારણ કે ઘણા દિવસોથી લોકો મેઘરાજાના આગમનની રાહ જોઇને બેઠા હતા. એવામાં જ્યારે વરસાદ વરસવા લાગ્યો છે..
ત્યારે સૌ કોઈ લોકો વરસાદનો આનંદ માણીને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે. પરંતુ મેઘરાજાનાં આગમનને લઇને રાજ્યમાં કુલ 10 થી 15 જગ્યા ઉપર વીજળી પડવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થવાના બનાવો સામે આવ્યા છે. તો ઘણા લોકોના મકાન તેમજ દિવાલ પણ ધારાશાયી થવા લાગ્યા છે. આ સાથે સાથે ગઈ કાલે અમદાવાદમાં ખૂબ જ રહસ્યમયી કિસ્સો બન્યો છે..
આ બાબતને લઈને અમદાવાદ શહેરના તમામ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડવાના આરોપો લગાવી રહ્યા છે. હકીકતમાં ચંદ્રનગર બ્રિજ પારા થોડોક વરસાદ વરસતાની સાથે જ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે આ બ્રિજ પરથી જે લોકો પસાર થતા હતા તે તમામ લોકોના ટુ વ્હીલર આ બ્રિજ પર સ્લીપ થવા લાગ્યા હતા..
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમજ આ ઘટનાને લઇને ચંદ્રનગર બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પછી એક તમામ ટુ વ્હીલર ચાલકોની ટુવીલ સ્લીપ થઈ જતા લોકો રસ્તા પર ઠલવાઈ રહ્યા છે..
મોટી સંખ્યામાં વાહનો સ્લીપ થઈ જતા આ બ્રીજ પર લાંબી કતાર જોવા મળી હતી. તેમજ આ ઘટનામાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થઇ ગયા છે. આ ઘટના બાદ અમદાવાદ શહેરના તમામ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન પર આરોપ લગાવતા કહી રહ્યા છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ શહેરના કોઇપણ રસ્તાને રિસરફેસ કર્યા નથી.
એટલે કે જો તેઓએ વરસાદ પહેલા તમામ રસ્તાઓ પર રિસરફેસ કરી દીધા હોત તો વરસાદના કારણે બાઈક સ્લીપ થવાની ઘટના બની ન હોત. પરંતુ આ કામગીરી કરવામાં આવી નથી. એટલા માટે ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ બ્રિજ પરથી પસાર થતા સમયે તમામ લોકોને સાવચેતી રાખવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે.
ચંદ્રનગર બ્રિજ ઉપર એક બે કે ત્રણ નહીં પરંતુ કુલ ૧૦ થી ૧૫ જેટલી બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદના કારણે વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવો સામે આવી ગયા છે. મેઘરાજાના આગમન થતાંની સાથે જ કેટલાક લોકો ખૂબ જ ખુશખુશાલ થયા છે. તો કેટલાક લોકો અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
અમદાવાદના ચંદ્રનગર બ્રિજ (આંબેડકર બ્રિજ) પર બાઇક સ્લીપ થયાની ઘટના
એકસાથે 10 જેટલા ટૂ વ્હીલરો સ્લીપ થયા
ચંદ્રનગર બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો pic.twitter.com/1MHqM7t6rg
— News18Gujarati (@News18Guj) June 13, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]