Breaking News

અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી નાખી, હજુ પણ મોટી આગાહી.. વાંચો..!

સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વાતાવરણમાં હજુ પણ ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હળવાથી ભારે માવઠા વરસવા લાગ્યા છે. જેના પગલે ખેડૂતોને અત્યંત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ગઈકાલે દ્વારકા, ભાવનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી તેમજ રાજકોટ જિલ્લાઓમાં માવઠા વરસ્યા હતા. જેના પગલે મગફળી, ડુંગળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખેડૂતોની હાલત તો વધારે પડતી ખરાબ છે.

કારણકે રાજકોટ અને જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ સર્જાઈ હતી. જેના લીધે ખેતરમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. બધો જ પાક નિષ્ફળ ગયો હતો. સાથે સાથે ગામડામાં પણ પાણી ઘૂસી જતાં તેઓના ઘર પણ ભાગી ગયા હતા. તેમજ તણાઈ ગયા હતા તેથી તેઓ બધી બાજુથી નુકસાનનો ભોગ બન્યા છે.

વરસાદના કારણે ઉભા પાક ધોવાણ થયું હતું. તેમ છતાં પણ તેમાંથી જેટલો પાક બચ્યો હતો તેને તૈયાર કરીને માર્કેટિંગ યાર્ડ વેચવા માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ અચાનક જ માવઠા વરસી જતા યાર્ડમાં પડેલો મગફળી, કપાસ તેમજ ડુંગળીના પાકને પાણી લાગી ગયું હતું. જેના કારણે પાક બગડી ગયો હતો.

તેના યોગ્ય ભાવ મળ્યા નહોતા. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની તમામ બોરીઓ પલળી ગઇ હતી. જેના લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાની મગફળી તેમજ ખેડૂતોની મહેનત પાણી સાથે એક જ કલાકમાં ધોવાઈ ગયું હતું.

તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ, તલ, ડુંગળી, મગફળી વગેરે પાકોમાં વરસાદી પાણી ઘુસી જતા ખેડૂતો ટેન્શનમાં આવી ગયા છે. અને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે સાથે ભાવનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ માં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ચોમાસાએ વિદાય લઈ લીધી છે છતાં પણ ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકામાં અચાનક જ વાદળો ઘેરાય ચૂક્યા હતા અને વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું વરસ્યું હતું જેના લીધે ખેડૂતોએ ખેતરમાં તૈયાર કરેલા પાકના ઢગલા પલળી ગયા હતા. તમામ પાક નિષ્ફળ ગયો હતો. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *