Breaking News

AC રીપેર કરતા યુવકનો પગ લપસતા પહેલા માળેથી નીચે પટકાતા ફાટી ગયું માથું, કરુણ મોત થતા જ પરિવાર બન્યો આઘાતમય..!

સૌ કોઈ લોકો પોતાના કામ ધંધો કરીને પરિવારનું જીવન ગુજારતા હોય છે. પરંતુ ઘણા બધા ધંધા અને નોકરી એવી હોય છે કે જેમાં જીવને જોખમ રહેલું હોય છે. તો ઘણી બધા ધંધો અને ઘણી નોકરીઓ એવી હોય છે કે જેમાં જીવને પણ જોખમ હોતું નથી અને લોકો શાંતિથી પોતાની નોકરી ધંધો કરતા હોય છે. જુદા જુદા ધંધામાં જુદા જુદા પ્રકારનું જોખમ રહેલું હોય છે..

મોટી કંપનીઓમાં મજૂરી કામ કરવામાં ખૂબ વધારે જીવને જોખમ રહેલું હોય છે. પરંતુ હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના કામ ધંધો કરનાર એક વ્યક્તિને સહેજ અમથી ભૂલ થઈ જવાને કારણે મોતનો સામનો કરવો પડ્યો છે.

સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ રોડ પર રજવાડીપાર્ટી પ્લોટ પાસે સ્ટાર રેસિડેન્સીમાં રાઠોડ અંકિતભાઈ અશોકભાઈ રહેતા હતા કે જેઓની ઉંમર ૨૨ વર્ષની છે. તેઓ એસી રીપેરીંગનું કામકાજ કરતા અને પરિવારના ગુજરાન ચલાવવામાં મદદ રૂપ બનતા હતા. તેઓ જુદા જુદા વિસ્તારમાં એસી રીપેરીંગના ઓર્ડર પૂર્ણ કરવા માટે જતા હતા.

એક દિવસ તેઓ વરાછાના એટલાન્ટા બિઝનેસ નામના બિલ્ડિંગમાં પહેલા માળે એક દુકાનમાં એસી રીપેરીંગ કરવા માટે ગયા હતા. એસી રીપેરીંગ કરતી વેળાએ ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડતી હોય છે. કારણકે એસીનું ચીલર મોટાભાગે મકાનના બહારના ભાગે લગાવવામાં આવતું હોય છે. તેની સફાઈ કરતી વેળાએ શરીરનું સંતુલન ન બગડે તેની ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે..

પરંતુ અંકિતભાઈ જ્યારે એસી રીપેરીંગ કરતા હતા એવામાં તેઓ તેનો પગ લપસી ગયો હતો. અને તેઓ પહેલા માળેથી નીચે બેજમેન્ટ પર પટકાયા હતા. તેઓ એટલા બધા ગંભીર રીતે પડકાર્યા હતા કે ઘટના સ્થળે તેમનું માથું ફાટી ગયું હતું. નીચે પડતાની સાથે જ આસપાસમાં ચાલતા તમામ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને કોલ કરીને સ્મીમેર હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..

પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે અંકિતભાઈને સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે અમરોલી પોલીસે અકસ્માતમાં મૃત્યુની નોંધ લઇને આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે અંકિતભાઈના પરિવારજનોને ખબર પડશે કે તેમના પરિવારનો વહાલસોયો દીકરો પોતાના કામ ધંધાર્થે મૃત્યુ પામ્યો છે. ત્યારે પરિવારજનો માટે આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે કારણ કે પરિવારના આશાસ્પદ દીકરાનું મૃત્યુ થતાં સૌ કોઈ લોકો ખૂબ જ આઘાત માં ચાલ્યા જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *