AC નાં ડબ્બાની અંદરથી ઠંડો પવન આવવાને બદલે આવતો હતો કચકચ અવાજ, ડબ્બો ઉતારીને ખોલીને જોયું તો મળ્યું એવું કે ડોળા બહાર આવી ગયા..!

જૂની પુરાણી વસ્તુઓ માંથી અવારનવાર કોઈને કોઈ અવાજ આવતો હોય છે. જ્યારે પણ વસ્તુની કેપેસિટી પૂરી થઈ જાય ત્યારે તેને ઉતારીને ફેંકી દેવાને બદલે લોકો તેને ભંગાર પેટે સાચવીને રાખે છે અને તેની અંદર કોઈને કોઈ ખર્ચ કરાવી તેને ફરી પાછી શરૂ કરવાની નવી તરકીબો પણ વિચારી નાખતા હોય છે..

અત્યારે નાનાજુલા ગામના ઘનશ્યામભાઈ માંડવ નામના વ્યક્તિએ પોતાના ઘરે લગાવેલા એર કન્ડિશનરને ઘણા વર્ષો વીતી ગયા અને આ એર કન્ડિશનર બગડી જવાને કારણે તેને ફેંકી દેવાને બદલે તેને ત્યાં જ રીપેરીંગની કામગીરી કરાવી હતી. તેઓ રીપેરીંગની આ કેમગીરી કરાવવા માટે એર કન્ડિશનરને પોતાના ગામથી દૂર શહેરી વિસ્તારમાં મોકલાવ્યું હતું..

ત્યાંથી આ એર કન્ડિશનર અંદાજે 20 દિવસ બાદ પરત આવ્યું હતું. ત્યારબાદ તેઓએ આ એર કન્ડિશનરને પોતાની રૂમમાં લગાવી દીધું હતું. જ્યારે ઘનશ્યામભાઈના દીકરાઓએ એર કન્ડિશનર શરૂ કર્યું ત્યારે ACની અંદરથી ઠંડો પવન આવવાને બદલે કચકચ અવાજ આવવા લાગ્યો હતો.

આ અવાજ સાંભળતા જ ઘરના સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા કે, શા માટે આ એર કન્ડિશનરની અંદરથી કચકચનો અવાજ આવી રહ્યો છે. પરિવારના સભ્યો જણાવ્યું કે, આ એર કન્ડિશનર રીપેર બરાબર નહીં થયું હોય એટલા માટે તેની અંદરથી આ વિચિત્ર અવાજ આવી રહ્યો છે..

તો ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, આ અવાજ કોઈ મામુલી અવાજ નથી. આપણે એર કન્ડિશનરને ખોલીને જોવું જોઈએ કે, આવાજ શેનો આવી રહ્યો છે. તેઓએ તાબડ તોબ આ એર કન્ડિશનરને નીચે ઉતારીને જોવાની કોશિશ કરી હતી. જ્યારે આ એરકન્ડીશનરને ખોલવામાં આવ્યું ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી કે તે જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા.

હકીકતમાં અંદરથી વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, તેઓએ જ્યારે આ એર કન્ડિશનરને રીપેરીંગની કામગીરી કરવા માટે આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ આ એર કન્ડિશનર પરત આવ્યું છે અને આ એર કન્ડિશનરની હેરાફેરી એક ટેમ્પામાં કરવામાં આવી હતી..

અને ટેમ્પાના ચાલકને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, આ મામલે તેઓને કોઈ પણ પ્રકારની ખબર નથી. પરંતુ શંકાને આધારે જ્યારે વધુ કડક પૂછતાછ કરવામાં આવી ત્યારે ટેમ્પાના માલિકે જણાવી દીધું કે, ટેમ્પામાં આ એર કન્ડિશનરની હેરાફેરી કરતી વખતે તેણે વિદેશી દારૂની બોટલને સંતાડવા માટે આ એર કન્ડિશનર ખોલીને બોટલને તેની અંદર મૂકી દીધી હતી..

પરંતુ ઉતાવળમાં તે આ બોટલને કાઢવાનું ભૂલી ગયો હતો અને આ ત્રણેય બોટલ એર કન્ડિશનરની અંદર જ પડેલી રહી ગઈ જ્યારે ઘનશ્યામભાઈ પોતાના ઘરે એર કન્ડિશનર શરૂ કર્યું ત્યારે અંદરથી ઠંડો પવન બોટલ સાથે અથડાતો હતો અને બોટલ એકબીજા સાથે અથડાવાને કારણે કચકચ અવાજ આવવા લાગ્યો હતો.

જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ઘરના સૌ કોઈ સભ્યો હસવા લાગ્યા હતા. તો ઘનશ્યામભાઈના ડોળા બહાર આવી ગયા કે, આખરે આ ભેજાબાજ લોકો ક્યારે સુધરશે અને ત્યારે આવી ન કરવાની કામગીરીઓ કરવાનું બંધ કરશે. તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણ કરી પોલીસને પણ આપી હતી..

પોલીસે પણ આ બાબતને લઈ જરૂરી કામગીરીઓ શરૂ કરી દીધી છે. આ દારૂની બોટલને ટેમ્પાનો માલિક ક્યાં લઈ જઈ રહ્યો હતો, તેમજ કોની પાસેથી લાવ્યો હતો. આ તમામ બાબતોની પૂછપરછ મેળવવામાં આવશે અને તમામ આરોપીઓને કડક થી કડક સજા પણ કરવામાં આવશે.

જ્યારે આ એર કન્ડિશનરને શરૂ કરતાની સાથે જ અંદરથી કચકચ અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે ખૂબ જ આચાર્ય થયું હતું કે, આ અવાજ શેનો આવે છે.? પરંતુ જ્યારે જાણકારી મળી કે અંદર રહેલી દારૂની બોટલ એકબીજા સાથે અથડાવાને કારણે આ અવાજ ઉત્પન્ન થઈ રહ્યો છે..

ત્યારે એક બાજુ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા તો એક બાજુ કેટલાક લોકો હસી રહ્યા હતા. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ભારે રમુજનો માહોલ સર્જાઈ જતો હોય છે. આવી ઘણી બધી ઘટના અવાર નવાર બનતી હોઈ છે. જે સામાન્ય લોકો માટે શરૂઆતમાં ચોંકાવનારી અને ત્યાર બાદ રમુજમાં ફેરવાઈ જતી હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment