Breaking News

આવ્યો આતુરતા નો અંત વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર શરૂવાત થઈ ગઈ, આટલા વિસ્તારો થયો વરસાદ..!

છેલ્લા કેટલાક સમયથી આગાહીકારો આગાહી કરી રહ્યા હતા. ત્યારે ગુજરાતમાં સૌ કોઈ કાળઝાળ ગરમીથી કંટાળીને ગયા છે, ત્યારે લોકો હવે મેધરાજાની આતુરતાથી રાહ જોઈને રહ્યા હતા. તેવામાં ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો થતાની સાથે આજે અમરોલીના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ મેઘરાજાનું આગમન થયું છે. તેથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

તેમજ બપોર પછી સાવરકુંડલાના વાશિયાળી,વંડા, શેલણા,ભમોદરા,મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી. હાલમાં લાઠીમાં મેઘરજામાં મન મુકીને વર્ષ્યા હતા. કારણકે કેટલાક સમયથી લોકો આતૂરથી રાહ જોઈ બેઠા હતા.

કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે. પરંતુ રાજ્યમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેમ અમરેલી જિલ્લના સાવરકુંડલાના વિસ્તારમાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજે એકા એક સાવરકુંડલા મથકમાં વાતાવરણ પલટાયું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પસારી છે.

ત્યાં જ ઉત્તર ગુજરાતમાં પણ મેઘારાજા મહેરબાન થયા છે અને પાટણમાં વરસાદ પડી રહ્યો છે. અમરોલીના લાઠી પંથકમાં પણ વરસાદનું આગમન થતા લોકો ઝુમી ઉઠ્યા હતા અને અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાં જ લાઠીના હરસુરપુર દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના વડા, મેવાસા, શેલણા, વાશીયાળી, ભમોદ્રા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.અને ક્યાંક વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગ દ્ધારા જાહેર કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ઘણા લાંબા સમયથી મેધરાજાની રાહ જોવાઈ હતી.

આ ઉપરાંત બીજા સ્થાનો માં પણ વરસાદના આગમન ને લઈ ને હવામાન વિભાગએ જણાવ્યું છે કે આઠમી જૂનથી 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. સુરત, નવસારી, વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પણ થવાની શકયતા છે. જોકે, ચોમાસા માટે રાહ જોવી પડશે.

હાલના સમયમાં રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાન 42 ડીગ્રી આસપાસ નોંધાયા રહ્યું છે. અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. જોકે, 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટવાની શકયતા છે. બીજી તરફ તાપમાન ઘટવા છતાં હવામાં ભેજનું પ્રમાણે વધારે રહેવાથી બફારનો અહેસાસ થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *